Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 799
________________ ૭૮૨ પૂજાસંગ્રહ સાથે છે, તે સર્વ એક આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે, છતાં અધિકારભેદે સાધનાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે. - સાધ્ય તે મેક્ષ, સાધન તે સમિતિ-ગુપ્તિ અને સાધક તે આત્મા જાણ; એટલે સમિતિગુપ્તિરૂપ સાધન વડે સાધ્ય જે મે ક્ષ તેની સિદ્ધિ થાય છે. સમિતિગુપ્તિમાં સર્વ કાંઈ ચરણ-કરણસિત્તરી આવી જાય છે. ' જૈનધર્મમાં જે આટલા બધા પર્વે તથા ઉત્સવે કહા છે, તેને હેતુ માત્ર એ જ કે-ધર્મની મહાન ભાવનાઓ લેકે સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી ક્રમે ક્રમે નિજસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. તમેવ સુન્ન નિતરંજ = કિર્દિ '—શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. આત્માના આવા પરિણામનું નામ સમ્યકત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબ ધી કષાય વિગેરે સાત પ્રકૃતિઓના ક્ષપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રકટ થાય છે, એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટ નથી. સમ્યગૂજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહો, તે આત્માનું ખરૂં હિત સાધી શકે છે. જ્યારે એવી સાચી કરણે આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલ્દી જીવનને જન્મ-મરણના દુઃખથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળીને રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણ પણે સાથે જ મળીને રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 797 798 799 800 801 802