________________
પ૭૨
પૂજાસંગ્રહ સાથે
નર દેવ નિરય તિરિયા ગઈ રે લોલ,
ઇગ વિગલ પણિદી જાત જે; તરુ કોડે કીડી માખી થયે રે લોલ,
શું વખાણું આપણી બુનિયાત છે. જ્ઞા. ૨ તનુ ઉરલ વિઉવાહારા રે લોલ,
તેજ કર્મ અનાદિના સાથ જો; ત્રણ આદિ ઉપાંગને ટાળવા રે લોલ,
તુજ સરિખ ન મળિયે નાથ જે. શા. ૩ શ્રી અરિહંત પરમાત્માને જળ વડે અભિષેક કરું છું. જે પરમાત્માની જ્ઞાનદશા ઘણી રળીયામણું છે–મનહર છે. જ્ઞાની જીવ કર્મને અંત કરે છે. જ્ઞાની પુરુષની બેઠઠી-મિત્રતા ઘણી મીઠી છે. ૧
ચૌદ પિંડ પ્રકૃતિમાં પ્રથમ ગતિનામકર્મ–મનુષ્યગતિ, દેવગતિ, નારકગતિ અને તિર્યંચગતિ એમ ચાર પ્રકાર છે. બીજું જાતિ નામકર્મ એકેદ્રિય, વિકલેન્દ્રિય એટલે બેઈદ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિંદ્રિય અને પંચંદ્રિય એમ પાંચ પ્રકાર છે. તેના ઉદયથી હું એકે દ્રિયપણે વૃક્ષ, બેઈન્દ્રિયપણે કેડો, તેઈદ્રિયપણે કીડી, ચૌરિંદ્રિયપણે માખી થયે. (પંચંદ્રિયપણે મનુષ્યાદિ થયે) હું મારી બુનીયાતના(-હોંશીયારીના) શા વખાણ કરું?. ૨ - ત્રીજા શરીર નામકર્મના ઔદારિક. વક્રિય, આહારક, તૈજસ અને કાર્ય એમ પાંચ ભેદ છે. તેમાં તૈજસ અને કર્મણ એ બે શરીર અનાદિકાળથી જીવની સાથે છે. ચોથા અંગે પાંગ નામકર્મના પ્રથમના ત્રણ શરીરના નામના ત્રણ ભેદ છે. તેને ટાળવા માટે તમારા સરખા નાથ આજ સુધી મળ્યા નથી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org