________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાથે
-
૭૧૩.
----
કાળ સદા જે અરિહા થા, કેવળનાણુ ઉપાવે રે; ૧૦. આચારાંગ પ્રથમ ઉપદેશે, નામની ભજના શેશે રે. ધ૦ ૨ આચારરથ વહેતા મુનિ ધોરી, બહમત હાથમાં દોરી રે; ધo પંચ પ્રકારે આચાર વખાણે, ગળિયા બળદ કેમ તાણે રે. ધo ૩ દો ભુતખંધ આચારાંગ કેરા, સંખિત આણંગદ્વારા રે; ધo સંખ્યાની નિયુક્તિ કહીશ, અઝરણું પણવીશ રે, ધo ૪ પદની સંખ્યા સહસ અઢાર, નિત્ય ગણતા અણગાર રે; ધo સૂત્રકૃતાંગે ભાવવાદિ, ત્રણસેં ત્રેસઠ વાદી રે. ધo ૫
સર્વ કાળમાં જે અરિહંતે થાય છે, તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમ આચારાંગને ઉપદેશ આપે છે. તે પ્રથમ અંગનું નામ સર્વકાળમાં આચારાંગ એ પ્રમાણે હેય છે, જ્યારે બીજા સૂત્રોના નામમાં ફેરફાર પણ હોય છે. ૩
વૃષભ સમાન મુનિએ આચારરૂપી રથને વહન કરે છે. એ રથની દેરી બહુશ્રુતેના હાથમાં હોય છે. આ ચાર પાંચ પ્રકારે કહ્યો છે જે ગળિયા બળદ જેવા હોય તે આચારરૂપી રથને કેમ તાણી શકે ? ૩
આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધ (૧ બ્રહ્મચર્ય, ૨ આચાથ) છે. સંક્ષિપ્ત અનુગદ્વાર અને સંખ્યાતી નિર્યુક્તિ કહીશ. આચારાંગસૂત્રના ૨૫ અધ્યયન છે. ૪
આચારાંગસૂત્રની પદસંખ્યા અઢાર હજાર છે. તેને મુનિમહાત્માઓ હંમેશા ગણતા હતા બીજા સૂત્રકૃતાંગમાં ભાવજીવ વગેરે તથા ત્રણ ત્રેસઠ વાદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org