________________
ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
૫૮૩
તાપ કરે વિબિંબ જે જીવા, આતપનામ કહાયજી; અંગ ઉપાંગ સુતાર પુતળિયા–નિર્માણ ઘાટ ઘડાયજી.
આજ૦ ૪ વૈક્રિય સુર ખજુઓ શશિઅિંબે, તાપ વિના પરકાશજી; ઉદ્યોત નામકમ મેં જાણ્યું, આગમ નયન ઉજાસજી,
આજ૦ ૫ કેવળ ઉપજે ત્રિભુવન પૂજે, વર અતિશય ગંભીરજી; જિનના ઉદયે સમવસરણમાં, બેઠા શ્રી શુભવીરજી.
આજ૦ ૬
૫ સૂર્યના બિબમાં–વિમાનમાં રહેલા જે એકેદ્રિય જીવે જે તાપ કરે છે તે આતપનામકર્મને ઉદય જાણ. ૬ સુતાર જેમ પુતળીના અંગયાંગ યથાસ્થાને જોડે છે. તેમ શરીરમાં યથાસ્થાને અંગ-ઉપાંગનું નિયમન કરનાર નિમણુનામકર્મ છે. ૪
૭ ઉત્તરકિય કરનાર દેવતાઓ, ખજુઓ અને ચંદ્રના બિંબ જોતિષીના વિમાનમાં રહેલા એકે દ્રિય જીવે (૨) તાપ વિના જે પ્રકાશ કરે છે, તે ઉદ્યોતનામકર્મના ઉદયથી છે. એમ મેં આગમરૂપ નેત્રના પ્રકાશથી જાણયું. ૫
૮ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જે ત્રણ ભુવનને પૂજ્ય થાય, ગંભીર એવા શ્રેષ્ઠ અતિશયે પ્રાપ્ત થાય તે જિનનામકમને ઉદય જાણ. તેના ઉદયથી શ્રી શુભવીર પરમાત્મા સમવસરણમાં બેઠા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org