________________
પૂજાસંગ્રહ સાથે
અવસર્પિણીમાં રે પ્રથમ જિદને ત; ઉત્સર્પિણુમાં રે, કુલગરની એ રીત. ૧ સિહાસન ઉપર પ્રભુ થાપે, જળ આઘે નવરાવે; ચામર છત્ર ને રાજચિહ્ન, વળી અલંકાર પહેરાવે. અo ૨ યુગલ સહુ જલ લઈ આવે, ઠામ નહિં અભિષેક; જમણે અંગુઠે જલ સિંચ્યા, મન આણું સુવિવેક. અo ૩ જુગલ સહુને વિનય પાણી, વિનીતાનયરી વાસી; નયરી અયોધ્યાએ હિજ વિનીતા મંદિર માળઉજાસી અ૦૪ અડતાલીસ ગાઉને મંડપ રચી પ્રભુને સુનંદા અને સુમંગલા નામે બે સ્ત્રીઓ પરણાવી. અવસર્પિણીમાં પ્રથમ તીર્થકરને સાંસારિક વ્યવહાર સાચવવાને તેમને-ઇંદ્રને આચાર છે. ઉત્સર્પિણી કાળમાં ૨૪મા તીર્થંકર પછી કુલકર વગેરેની નીતિ બતાવવાને પણ તેને આચાર છે. ૧ "
ઈંદ્ર મહારાજા પ્રભુજીને રાજ્યાભિષેક કરતાં પ્રભુજીને સિંહાસન ઉપર બેસારે છે. જળના સમૂહ વડે નવરાવે છે. ચામરછત્ર વગેરે રાજચિહુ અને પ્રભુજીને શરીરે અલંકાર પહેરાવે છે. ૨ - આ સમયે યુગલિક લે કે પ્રભુને અલંકાર–વસ્ત્રાદિથીથી સજ્જ થયેલ જોઈ અભિષેક કરવાનું બીજું સ્થાન ન હોવાથી મનમાં વિવેક લાવીને પ્રભુજીના જમણે અંગુઠે જળથી અભિષેક કરે છે. ૩
યુગલિક લોકોને આ વિનય જોઈ ઇંદ્ર મહારાજાએ વિનીતાનગરી વસાવી. અધ્યા એ જ વિનીતા છે, તે નગરીને માળવાળા મકાને વગેરેથી સુશોભિત કરી, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org