________________
અષ્ટાપદતીર્થની પૂજા-સાથે
૬૭૫
ગજઔધે પદ શિવ વરિયા રે, જગo
ત્રીજે ભવ ભવજળ તરિયાં રે; જગo જિનવાણી અમૃતધારા રે, જગo
માડીના એક નિવાર્યા રે. જગ ૫ પ્રભુ સંઘ ચતુર્વિધ સ્થાપે રે, જગ.
જસ કાતિ જગમાં વ્યાપે રે; જગ. ગણિ ગષભસેન ગણધાર રે, જગo
સાધવી બ્રાહ્મી વ્રતધાર રે, જગo ૬ શ્રાવક નૃપ ભરત સુભદ્રા રે, જગo
શ્રાવિકા ગુણગણુમણિ મુદ્રા રે; જગo એ સંઘ ચતુર્વિધ સ્થાપી રે, જગo
હિતશિક્ષા સહન આપી રે, જગ ૭
ભાવના ભાવતાં તેમના પણ નેહરાગનાં બંધન તૂટી જાય છે, અને હાથીના સ્કંધ ઉપર બેઠા બેઠા જ કેવળજ્ઞાન પામે છે. તે વખતે તેમનું આયુષ્ય પણ પૂર્ણ થવાથી મેક્ષ પામે છે. આ રીતે મરુદેવા માતા કે જેઓને જીવ અનાદિકાળથી અવ્યવહારશશિરૂ૫ સૂમ નિગોદમાં હતું, ત્યાંથી પ્રત્યેક વનસ્પતિકાયરૂપ કેળમાં આવી ત્રીજા ભવમાં પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ પ્રભુની માતા બની સંસાર સમુદ્ર તરી જઈ મેક્ષમાં ગયા. અમૃતધારા સમાન પ્રભુની વાણી સાંભળી ભરત મહારાજાએ માતા અંગેને શોક દૂર કર્યો. ૪–૫
પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુને યશ જગત્માં ફેલાયે, ભરત મારાજાના પુત્ર રાષભસેન કે જેઓ પુંડરીકસ્વામી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે તેઓ પ્રથમ ગણધર
Jain Education International
For Private & Personal Use Only
For
www.jainelibrary.org