________________
ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ
૫૨૫
ત્રીજી પુષ્પપૂજા
અપચ્ચકખાણી ચેકડી, ટાળી અનાદિની ભૂલ પરમાતમપ પૂજીએ, કેતકી જાઈને કુલ ૧
વાળ ( રાણીઓ રૂવે રંગમહેલમાં –એ દેશી ). ફૂલપૂજા જિનરાજની રે, વિરતિને ઘરબાર રે; સનેહા. તે ગુણલપક અપચ્ચખાણી, જે ક્રોધાદિક ચાર રે. સનેહા, ચાર ચતુર ચિત્ત ચોરટા રે, મેહમહીપતિ ઘેર રે, સનેહા, ચા૧ ચાલીશ સાગર કડાકડી, બંધચિતિ અનુસાર રે, સનેહા. ઉદય વિપાક અબાધાકાળે, વર્ષ તે ચાર હજાર રે, સનેહા, ચા૨ કુહાને અર્થ :–
અપ્રત્યાખ્યાનાવરણની ચોકડીથી થતી અનાદિકાળની ભૂલને દૂર કરીને કેતકી જાઈ વગેરેના ફૂલવડે પરમાત્માની પૂજા કરીએ ૧ ઢાળનો અર્થ –
પ્રભુની પુષ્પપૂજા વિરતિને-દેશવિરતિ શ્રાવકને ત્યાં હોય છે. એ વિરતિગુણને લેપનાર અપ્રત્યાખ્યાની ક્રોધ વગેરે ચાર કષાયે છે. એ ચારે ચતુર એવા શુભ ચિત્તને ચારનારા છે. મહારાજાને ઘેર રહેનારા છે. ૧
તેની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ ૪૦ કેડાછેડી સાગરોપમની છે. અને તેની વિપાકેદયની સ્થિતિ અબાધાકાળના ચાર હજાર વર્ષ ન્યુન ૪૦ કડાકડી સાગરોપમ છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org