________________
પ૨૮
પૂજા સંગ્રહ સાથે
( અનિહાંરે વાલાજી વાય છે વાંસળી રે એ દેશી ) અનિહાં રે ધૂપ ધરિ જિન આગળે રે, કૃષ્ણગ ધૂપ દશાંગ;
શ્રેણું ભલી ગુણઠાણુની રે. અનિહાં રે ધુપધાણું રણે જડયું રે, જાત્યમયી કનકાંગ છે. ૧ અમુનિવર રૂપ ન દાખવે રે, ચિતિબંધ પૂરવની રીત; છે અબંધદય ગુણઠાણે પાંચમે રે, હવે ક્ષપકશ્રેણ વદીત્ત શ્રેo ૨ અo સોળ સામંતને ભેળવી રે,
વચ્ચે ઘેરી હણ્યા લઈ લાગ; છે અ૦ નાઠા આઠે સેનાપતિ રે, નવમાને બીજો ભાગ. શ્રેo ૩
ઢાળને અથ :–
કૃષ્ણાગરુ તથા દશાંગધૂપ પ્રભુની આગળ ધરે, ધૂપની શિખા ઉંચી ગુણસ્થાનકની શ્રેણીને સૂચવે છે. તે માટે ધૂપધાણું જાતિવંત સુવર્ણનું અને રત્નજડિત કરાવવું. ૧
હવે પ્રત્યાખ્યાન કષાય ઉદયમાં હોય ત્યાં સુધી મુનિયણું પામી શકાતું નથી. તેને સ્થિતિબંધ અપ્રત્યાખ્યાન કષાય પ્રમાણે ૪૦ કડાકોડી સાગરોપમ છે. તેને બંધ અને ઉદય પાંચમા ગુણઠાણ સુધી છે. હવે ક્ષપકશ્રેણી માટે કહે છે. ૨
ક્ષપકશ્રેણી માંડનાર મુનિ સેળ સામતરૂપ સેળ કષાયને ભેળવીને ઘેરી લઈને લાગ મેળવી હણી નાંખે છે. તેમાં બીજી ત્રીજી ચોકડીના કષાયરૂપ આઠ સેનાપતિ નવમા ગુણઠાણાના બીજા ભાગે નાશ પામે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org