________________
પ
'
.
ચોસઠપ્રકારી પૂજા બીજે દિવસ દામણ કેરાં ચોસઠ મોતી, ઈગસય અડવીસ મણિયા રે; તો સય ને વળી ત્રેપન મોતી, સેવે થઇને મળિયા રે. સાં૬ એ સઘળાં વિચલા મતી શું, આફળે વાયુ વેગે રે, રાગ રાગણી નાટક પ્રગટે, લવસત્તમ સુરભેગે રે. સાં. ૭ ભૂખ તરસ છીપે રસલીના, સુર સાગર તેત્રીશ રે; શાતા લહેરમાં ક્ષણક્ષણ સમરે, વીરવિજયજગદીશ રે. સાં૦ ૮
અને મંત્ર ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વરસધ ન શોભનમ ; સ્વતનુકાંતિકરે તિમિરે હર, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિદુજજ્વલદીપકે-ર્વલિતપાપપતંગસમૂહકે: સ્વકપદ વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ તેની ફરતાં સેળ મેતી ૮-૮ મણના હોય છે, તેની ફરતા બત્રીશ મતી ૪-૪ મણના હેય છે. ૫
તેની ફરતા ચેસઠ મેતી બે-બે મણના હોય છે, અને તેની ફરતા ૧૨૮ મતી એક એક મણના હોય છે, બધા મળીને ૨૫૩ મતી હોય છે. ૬
એ બધા મેતી વચલા મેતી સાથે વાયુવડે અથડાય છે, તેથી તેમાંથી અનેક પ્રકારની રાગ-રાગણીઓ ઉત્પન્ન થાય છે, નાટક પ્રગટે છે, તે આ લવસત્તમ-સર્વાર્થસિદ્ધના દેવે સાંભળે છે, તેને ઉપભેગ લે છે. ૭
- સુખમાં લીન એવા તે દેવોને ભૂખ-તરસ છીપી જાય છે એટલે કે ભૂખ-તરસ લાગતી નથી. એ રીતે ૩૩ સાગરોપમનું આયુષ્ય પસાર કરે છે. એવી શાતાસુખની લહેરમાં પણ વીર પુરમાં વિજયી એવા પરમાત્માને ક્ષણ ક્ષસ યાદ કરે છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org