________________
પૂજાસંગ્રહ સાથે
પ્રચલા-પ્રચલા ચાલતાં રે, નયણે નિંદ સુખાર સલુણા; જાગે રણસંગ્રામમાં રે, વિજળી જવું ઝબકાર સલુણ, જિ. ૩ દિનચિંતિત રાત્રે કરે રે, કરણું જે નરનાર સલુણા. બળદેવનું બળ તે સમે રે, નરકગતિ અવતાર સલુણા, જિ૪ એમ વિશેષાવશ્યકે રે, વરણવીય અધિકાર સલુણા; સાયુમંડળીમાં રહે રે, એક લઘુ અણગાર સલુણ, જિ. ૫ થીણસિનિદ્રાવશે રે, હણુ હસતી મહંત સલુણા; સૂતો ભરનિદ્રાવશે રે, ભૂતળીયે દય દંત સલુણા, જિ૬
બીજી પ્રચલાપ્રચલા છે તેના ઉદયથી ચાલતાં ચાલતાં પણ ઉંઘ આવે. અશ્વને એ નિદ્રા ધારું કરીને હંમેશા હોય છે. એ રણસંગ્રામમાં કેઈક વખત જાગે છે પણ તે વીજળીના ઝબકારાની માફક લાંબે વખત ટકતું નથી. ૩
જે સ્ત્રી-પુરુષ દિવસે ચિતવેલું કાર્ય રાત્રે ઉંઘમાં કરે છે તે થીણદ્ધિનિદ્રાને ઉદયે કરે છે. તે વખતે (પ્રથમ સંઘયણ વાળાને) તેનું બળ બળદેવ જેટલું હોય છે. તે નિદ્રાવાળે જીવ મરીને નરકગતિએ જાય છે.
આ પ્રમાણે વિશેષાવશ્યક સૂત્રમાં અધિકાર કહેલે છે. તે નિદ્રાવાળા એક નાના સાધુ કોઈ સાધુ સમુદાયમાં રહેતા હતા. ૫
શીશુદ્ધિનિદ્રાનાં વશથી દિવસે હેરાન કરનારા એક મેટા હાથીને રાત્રીએ મારી તેના બે દાંત ખેંચી કાઢી જમીન ઉપર નાખી પાછા ભરનિદ્રામાં સૂઈ ગયા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org