________________
પૂજાસંગ્રહ સાથે
રાણુ સાથ વસંતમેં, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખકે, ઉહાં જાકર બેઠે. ૧૮ રાજીમતીલું છોડકે, નેમ સંજમ લીના ચિત્રામણ જિન જેવાતે, વૈરાગે ભીના. લોકાંતિક સુર તે સમે, બોલે કર જેરી, અવસર સંજમ લેનકા, અબ બેર હૈ ઘારી. ૨૦ નિજ ઘર આયેનાથજી, પિયા ખિણ ખિણ રેવે, માતપિતા સમજાય કે, દાન વરસી દેવે. ૨૧ દીનદુ:ખીયા સુખીયા કીયા, દારિદ્રકું ચૂરે;
શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળું પૂરે. ૨૨ એક વખત સ્વામી રાણી સાથે વસંતઋતુમાં વનમાં ગયા હતા અને સુંદર પ્રાસાદ જોઈ ત્યાં જઈને બેઠા. ૧૮
રાજીમતીને ત્યાગ કરી નેમકુમારે કુમાર અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યું હતું, તે ચિત્ર તે પ્રાસાદમાં જેવાથી પાર્શ્વ કુમારનું ચિત્ત વૈરાગ્યથી વાસિત બન્યું. ૧૯
તે વખતે લેકાંતિકદેવોએ આવી બે હાથ જોડી કહ્યું કેહે પ્રભુ! હવે સંયમ લેવા માટે આપને ડી જ વાર છે. અલ્પ સમય બાકી રહ્યો છે. ૨૦
તે પછી પાર્શ્વકુમાર ઘરે આવ્યા, સ્વામી તુરતમાં જ દીક્ષા લેવાના છે તે હકીકત જાણી પ્રભાવતી રાણી ક્ષણે ક્ષણે રૂદન કરવા લાગ્યા. પ્રભુએ માતા-પિતાને સમજાવી વરસીદાન દેવા માંડયું. ૨૧
તે દાન દ્વારા દીન-દુઃખી લેકેને સુખી ક્ય', જગતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org