________________
૧૧૪
પૂજાસંગ્રહ સાથે
રીત
( રાગ-દેશાખ) ભાવ ધરી ભવિ પુજિએ, તિગ અડ પણ જોય; તિમ સત્તર ભેદે કરી, પૂજા ગતખેવ, ભાવ ૧ ઈગવીસ અડસય ભેદથી, જિન ભાવ સંભારી; પૂજે પરિગળ ભાવશું, પ્રભુ આણકારી. ભાવ૨ પૂજા કરતાં પૂજ્યની, પૂજ્ય પિતે થાવે; તુજ પદપ સેવક તિણે, અક્ષયપદ પાવે. ભાવ૦ ૩
કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ ગીતનો અર્થ –
હે ભવ્ય છે ! પ્રભુને ભાવપૂર્વક પૂજીએ. તે પૂજા ત્રણ, આઠ. પાંચ તેમજ સત્તર ભેદે છે. ખેદ રહિત થઈને તે તે પ્રકારથી તમે પરમાત્માની પૂજા કરે. ૧
પૂજાના એકવીશ અને એક આઠ પ્રકાર પણ છે, તે દ્વારા ભાવજિનને યાદ કરી પ્રભુની આજ્ઞામાં વસ્તી અત્યંત ભાવથી પૂજા કરે. ૨
પૂજ્યની પૂજા કરવાથી જીવ પિતે પૂજય થાય છે, એ નિયમ છે. તેથી તમારા ચરણકમળની સેવા કરનાર તમારે સેવક અક્ષય પદ-એક્ષપદ પામે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org