________________
પૂજાસંગ્રહ સાથે
ગીતનો દુહો નવવિધ બ્રહ્મગુતિ ધરે, વજે પાપ નિયાણ; વિહાર કરે નવકલ્પ નવ, સૂરિ તત્ત્વના જાણ, ૧
ગીત ( રાગ બિહાગડ મુજ ઘર આવજો રે નાથ–એ દેશી ) સત્તાવીશ ગુણ સાધુના, શોભિત જાસ શરીર; નવકેડી શુદ્ધ આહાર લે, એમ ગુણ છત્રીરો ધારભવિજન : ભાવશુ નમો આજ, જિમ પામો અક્ષયરાજ,
ભવિજનc ૧ જે પ્રગટ કરવા અતિનિપુણ, વરલબ્ધિ અદાવીશ; અડવિહ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ છત્રીશ. ભ૦ ૨
ગીતના દુહાને અર્થ–જે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) ને ધારણ કરે છે. નવા પ્રકારના પાપનિયાણુને વજે છે, જે નવકલ્પી વિહાર કરે છે અને જેઓ નવતત્વના જ્ઞાતા છે. (એ રીતે આચાર્યના ૩૬ ગુણ કહ્યા) ૧
ગીતને અથ–સાધુના ૨૭ ગુણે વડે શોભતું જેમનું શરીર છે અને જે નવકેટી શુદ્ધ આહાર લે છે, એમ ૩૬ ગુણેને જેઓ ધારણ કરે છે તે આચાર્યને હે ભવ્યજને ! ભાવપૂર્વક નમસ્કાર કરે કે જેથી અક્ષય (મેલ) રાજને પામે. ૧
જેઓ શ્રેષ્ઠ ૨૮ લધિઓને પ્રકટ કરવામાં અતિ નિપુણ છે, આઠ પ્રકારના પ્રભાવકપણાને ધારણ કરે. એ રીતે (૨૮+ ૮=૩૬) છત્રીશ ગુણવાળા છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org