________________
ઉપર
પૂજાસંગ્રહ સાથે
ગીત ( રાગ-અડાણ મહાર ) ભવિ તુમ દેખે, અબ તુમ દેખે, સત્તર ભેદ જિન ભગતિ; અંગ ઉપાંગ કહી જિન ગણધરે, કગતિ હરી દીએ મુગતિ.
ભવિ૦ ૧ શુચિતનુ ધોતી ધરી ગંદકે,ભરિય મણિ કનકની કલશઆલી; જિન દીઠે નમી પૂછ પખાલી, દિએ નિજ પાતક ગાળી.
ભવિ૦ ૨ સમકિતશુદ્ધિકરી દુ:ખહરણી, વિરતાવિરતિકી કરણી; જેગીસર પણ ધ્યાને સમરી, ભવસમુદ્રકી તરણી, ભવિ૦ ૩
ગીતનો અર્થ–સત્તર ભેદી પૂજાની પ્રથમ ઢાળમાં કહે છે કે હે મહાનુભાવો–હે ભવ્ય ! હવે તમે શ્રી જિનેશ્વર ભગવંતેની ભક્તિના સત્તર ભેદે જુઓ. કેમકે શ્રી જિનેશ્વર ભગવંતેએ તથા તેમના ગણધર ભગવતેએ પણ શ્રી આચારાંગાદિ અંગ સૂત્રો તથા શ્રી રાયપાસે આદિ ઉપાગ સૂત્રોમાં કહ્યું છે કે આ ભક્તિ ભક્તોની દુર્ગતિને દૂર કરે છે અને સદ્ગતિ દ્વારા સિદ્ધિને આપે છે. ૧
જળપૂજા કરનાર શ્રાવક શરીર અને વસ્ત્ર શુદ્ધ ધારણ કરીને સુગંધી પાણીથી મણિ અને સુવર્ણના કલશો ભરીને ભગવંતને જોતાંની સાથે નમી-પૂછ-પ્રક્ષાલ કરીને પોતાનાં પાપને દૂર કરે છે. ૨
શ્રી જિનેશ્વર ભગવંતેની પૂજા એ સમ્યગદર્શનની શુદ્ધિ કરનારી છે, દુઃખોને દૂર કરનારી છે, દેશવિરતિધરાની ક્રિયા છે. સર્વવિરતિધરે પણ તે પૂજા-ભક્તિનું ધ્યાન કરવા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org