________________
૪૫૮
પૂજાસંગ્રહ સાથે
અજ્ઞાની પુન્ય-પાપને નવિ ભેદ તે જાણે
નય ગમ ભંગ પ્રરૂપણા હઠવાદે તાણે હાં હાંરે એક આપવખાણે, હાં હાં રે બંધ ઉદય ન જાણે, નૈ૦૨
આશાતન કરે જ્ઞાનની, જયણા નવિ પાળે;
સુગુરુવચન નવિ સહે, પડ્યો મેહની જાળે, હાં હાં રે તે અને તે કાળે, હાં હાં રે નરભવ ન નિહાળે. નૈ૦૩
રહિત મત્સ્યની ઉપમા, સિદ્ધાંતે લખાવે;
જ્ઞાનદશા શુભ વીરનું, જે દર્શન પાવે. હાં હાં રે અજ્ઞાન હઠાવે, હાં હાં રે જ્યોતિનયન જગાવે. નૈ૦૪
અજ્ઞાની જીવ પુન્ય–પાપને ભેદ જાણી શકતા નથી. નય, ગમ અને ભંગની પ્રરૂપણામાં જે હઠવાદ કરે છે, તેવા છે કેવળ પિતાને જ વખાણે છે અને કર્મના બંધ-ઉદયને જાણતા નથી. ૨
એવા અજ્ઞાની જ જ્ઞાનની આશાતના કરે છે, જયણ પાળતા નથી. સુગુરુના વચનમાં શ્રદ્ધા રાખતા નથી. મેહની જાળમાં પડેલ તે અનંતકાળે પણ ફરીથી મનુષ્યભવ પામી શકતા નથી. ૩
સિદ્ધાંતમાં જ્ઞાની જેને હિત જાતિના મત્સ્યની ઉપમા આપવામાં આવી છે, આત્મામાં જે જ્ઞાનદશા પ્રાપ્ત થાય તે શુભ વીરનું–વીર પરમાત્માનું દર્શન પામે, અજ્ઞાન દૂર કરે અને જ્ઞાનનેત્રની તિ પ્રગટ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org