________________
૪૦૨
પૂજાસંગ્રહ સાથે
ચેથી શ્રી ગંધપૂજા [ અગર, ચંદન, કપૂર, કુમકુમ, કુસુમ, કસ્તુરીનું ચૂર્ણ કરી એક કાળમાં લઈ ઉભા રહેવું. ]
દુહા ચીથી પૂજા વાસકી, વાસિત ચેતન રૂપ, કુમતિ કુગંધી મિટી ગઈ, પ્રગટે આતમરૂપ. ૧ સુમતિ અતિ હર્ષિત હુઇ, લાગી અનુભવ વાસ; વાસ સુધે પૂજતાં, મેહ સુભટકે નાસ. ૨ કુકમ ચંદન મૃગમદા, કુસુમ ચૂર્ણ ઘનસાર; જિનવર અંગે પૂજતાં, લહિયે લાભ અપાર, ૩.
દુહાનો અર્થ–સુગંધી દ્રવ્યોથી પ્રભુની ચેથી પૂજા કરવાથી આત્મામાંથી દુબુદ્ધિરૂપ દુર્ગધ દૂર થાય છે. ચેતનનું સ્વરૂપ સુવાસિત થાય છે અને આત્માનું સાચું સ્વરૂપ પ્રગટે છે. ૧
પ્રભુની સુગંધી વાસક્ષેપથી ચેથી પૂજા કરતાં સદ્દબુદ્ધિ અતિશય આનંદી થઈ અને આત્માને સ્વાનુભવની સુગંધ આવી તેથી મેહરૂપી મહાદ્ધો નાશ પામ્યા. ૨
પ્રભુના અંગે લાલ વર્ણવાળું કંકુ, સુખડ, કસ્તુરી અને કેસરની પાંખડીઓ સાથે ઘસીને પૂજા કરવાથી અનેકગુણે લાભ પ્રાપ્ત થાય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org