________________
૪૨૦
પૂજાસંગ્રહ સાથે
( રાગ-કાફી, તાલ–દીપચંદી ) ( સાચા સાહિબ મેરા, ચિંતામણિસ્વામી–એ દેશી ) મંગલ જિન નામે, આનંદ ભવિકે ઘનેરા, (આંકણું). ફૂલપગાર બદરી ઝરી રે, હેઠે બટ જિનકેરા. મં૦ ૧ પીડારહિત ઢિગ મધુકર ગુંજે, ગાવત જિન ગુણ તેરા, મ... ૨ તાપ હરે તિહું લોકકા રે, જિનચરણે જસ ડેર, મં૦ ૩ અશુભ કરમદલ દૂર ગયે રે, શ્રી જિનનામ ટેરા, મં૦ ૪ આતમ નિમલ ભાવ કરીને, પૂજે મિટત અંધેર. મંઓ ૫
અડે છે તેવી જાનુપ્રમાણુની વૃષ્ટિ ધારાબદ્ધ થાય છે. તેથી જમીન ઉપર પુષ્પની જ જાણે ભૂમિ કે જે ગાલીચા જેવી દેખાય છે. ૧
શ્રી જિનેશ્વર ભગવંતેના મંગલકારી નામથી ભવિઓને ઘણે આનંદ થાય છે. પુપની વાદળી (મેઘ)માંથી પુના સમૂહની વર્ષા થાય છે, તે પુના ડીંટડા જમીન સાથે અડે છે. ૧
- હે જિનેશ્વર ભગવંત ! ત્યાં આગળ પીડા રહિત તે પુના ઢગ ઉપર ભમરા-ભમરીઓ ગુંજારવના ન્હાને તારા ગુણેનું જાણે ગાયન કરે છે. ૨
શ્રી જિનેશ્વરના ચરણે જે પુષ્પોના સમૂહને વાસ છે, તે ત્રણે લેકના તાપને હરે છે. ૩.
શ્રી જિનેશ્વર ભગવંત નામનું રટણ કરવાથી બધાં અશુભ કર્મોના સમૂહ દુર થાય છે. ૪
આ પૂજા આમાના ભાવને નિર્મળ કરે છે, તેથી મેહને અંધકાર દૂર થાય છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org