________________
૩૨૨
પૂજાસંગ્રહ સાથે
ઢાળ
( રાગ-વસંત ) ( તું જિન ભજ વિલંબ ન કર હે હેરીકે ખેલાઈયા-એ દેશી ) તું તો પાઠકપદ મન ધર હો, રંગીલે જીરા ! તું તો રાય રાંક જસુ નિકટ આવે, પણ જસ નહી નિજ પર હો. ૨૦ ૧ સારણાદિક ગચ્છમાંહે કરતા, પણ રમતા નિજ ઘર હો. રં૦ ૨ દ્વાદશાંગ સજઝાય કરન, જે નિશદિન તતપર હો. ૨૦ ૩ એ ઉવજઝાયનિર્યામકપામી,તુતો ભવસાયરસુખેતરહો. ૨૦૪ જે પરવાદી મતગજ કરે, ન ધરે હરિપરે ડર હો. ૨૦ ૫ ઉત્તમ ગુરુપદ પદ્મસેવનથં, પકડે શિવવધૂ કર હો. ૨૦
ઢાળનો અર્થ હે રંગીલા જીવ! તું ઉપાધ્યાયપદને મનમાં ધારણ કર, કે જેમની પાસે રાજા અવે કે રંક આવે પણ તેને પોતાના કે પારકા નથી. સર્વ પ્રત્યે સમભાવ છે. ૧
ગચ્છની અંદર સારણ–વારણ–ચાયણ-પડિય| આદિ કરે છે છતાં પણ પિતાના ઘરમાં–આત્મામાં રમતા કરે છે. ૨
જે દ્વાદશાંગીને સ્વાધ્યાય કરવામાં રાત્રિ-દિવસ તત્પર હોય છે. એવા ઉપાધ્યાયરૂપ નિયામકને પામીને તું સંસારરૂપ સમુદ્ર સુખેથી તરી જા. ૩-૪
જે ઉપાધ્યાય પરિવાદી (અન્યદર્શનના વાદી) રૂપી હાથીએને સિંહની જેમ જરાપણ ડર રાખતા નથી અર્થાત્ તેઓને જીતી લે છે. ૫
આવા ઉત્તમ ગુરુના ચરણકમળના સેવનથી શિવવધૂ તરત જ હાથ પકડે છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત થાય છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org