________________
૩૧૬
પૂજાસંગ્રહ સાથે
હાંરે વાલા પ્રણમે નિજગુણકામી રે; ગુણકામી ગુણકામી ગુણવંતા, જે વચનાતીત હુઆ રે. ૧ ક્ષાયિક સમકિત ને અક્ષયસ્થિતિ, જેહ અરૂપી નામ; અવગાહન અગુરુલધુ જેહની, વીર્ય અનંતનું ધામ કે.
સિદ્ધ૦ ૨
ઈમ અડકમ અભાવે અડગુણ, વળી ઇગતીસ કહેવાય; વળી વિશેષ અનંત અનંત ગુણ, નાણુનયણ નિરખાય,
નિત્ય નિત્ય વંદના થાય છે. સિદ્ધ૦ ૩
અવ્યાબાધ સુખના સમુદ્ર છે. એવા સિદ્ધ, બુદ્ધ, સ્વામી, આત્મગુણમાં રમણતા કરનાર, આત્મગુણના ઇરછુક, ગુણવંત અને જેમના ગુણે વચનથી કહી શકાય તેવાં નથી તે સિદ્ધ ભગવંતેને હે આત્મા! તમે નમસ્કાર કરે. ૧
સિદ્ધભગવંતે કેવા છે? તે કહે છે–ક્ષાયિક સમ્યક્ત્વવંત (ઉપલક્ષણથી ક્ષાયિક ચારિત્રવંત પણ લેવા) અક્ષયસ્થિતિવાળા, અરૂપી, અગુરુલઘુ અવગાહનાવાળા અને અનંતવીર્યના સ્થાન રૂપ છે. ૨
એવી રીતે આઠકર્મના અભાવે આઠગુણ જેમને પ્રગટ થયા છે, તેમજ આઠકમના ક્ષયથી ૩૧ ગુણે પણ જેમને પ્રગટ થયેલા છે. વિશેષ પ્રકારે કહીએ તે સિદ્ધ ભગવતે અનંતાનંત ગુણવાળા છે. તે ગુણે જ્ઞાનરૂપી નેત્રવડે જ જઈ શકાય છે. તે સિદ્ધભગવંતેને મારી નિરંતર વંદના થાઓ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org