________________
બાબતની પૂજા સાથે
૧૯૧ સર્વથકી આઠ પહેરેને ચૌવિહાર રે,
સંથારે નિશિ રે કંબળ ડાભને; પાંચ પર્વ ગૌતમ ગણધર બાલ્યા રે,
પૂરવ આંક ત્રીશગુણે રે લાભનો. શીતળ૦ ૪ કાર્તિક શેઠ પામ્યા હરિ અવતાર રે,
શ્રાવક દશ વીશ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધકભાવને પામ્યો રે,
દેવકુમાર ત્રત રે આરાધક થયા. શીતળo પ પણ અતિચાર તજી જિનાજી વ્રત પાળું રે,
તારક નામ સાચું રે જે મુજ તારશે; નામ ધરાવો નિર્ધામક જે નાથ રે,
ભવાદધિ પાર રે તે ઉતારશે. શીતળ૦ ૬ ચારે પ્રકારને સર્વ થકી પિસહ કરનારને આઠે પ્રહરને ચૌવિહાર હોય છે. અને શત્રે ડાભ કે કામળના સંથારા પર સૂઈ રહે છે. શ્રી ગૌતમસ્વામીએ પાંચે પવએ પિસહ કર એમ કહ્યું છે. તે આઠ પહોરના પિસહથી સામાયિક વ્રતની પૂજામાં કહેલ લાભથી ત્રીશ ગણે લાભ થાય છે. એટલે ૨૭૭૭૭૭૭૭૭૭૦ પેપમનું દેવાયુ બંધાય છે. ૪
આ વ્રત પાળવાથી કાતિકશેઠ ઇંદ્રપણું પામ્યા છે. અને વીર ભગવંતના દશ શ્રાવકે વીશ વીશ વર્ષ શ્રાવકપણું પાળીને સ્વર્ગે ગયા છે. પ્રેતકુમાર આ વ્રતની વિરાધના કરવાથી વિરા. ધકભાવને પામે છે અને દેવકમાર વ્રતનું આરાધન કરવાથી આરાધક ભાવને પામ્યા છે. ૫
હે જિનેશ્વર ! પાંચ અતિચાર તજી આ વ્રતને હું પાળું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org