________________
२०२
પૂજાસંગ્રહ સાથે
ઢાળ ( આદિજિણંદ મયા કરે–એ દેશી ) શ્રી અરિહંતપદ દયાઇએ, ચોત્રીશ અતિશયવંતા રે; પાંત્રીશ વાણુ ગુણે ભર્યા, બાર ગુણે ગુણવંતા રે. શ્રી૧ અહિય સહસ લક્ષણ દેહે, ઇંદ્રિ અસંખ્ય કરે સેવા રે; ત્રિતું કાળના જિન વાંદવા, દેવ પંચમ મહાદેવા રે. શ્રીe ૨
ઢાળનો અર્થ – શ્રી અરિહંતપદનું ધ્યાન કરીએ. જે અરિહંતે ચિત્રીશ અતિશયવાળા છે, પાંત્રીશ વાણીના ગુણવાળા છે અને બાર ગુણએ ગુણવંત છે. ૧ - જેમના શરીરે ૧૦૦૮ ઉત્તમ લક્ષણે છે, અસંખ્ય ઇંદ્રો જેમની સેવા કરે છે; ત્રણ કાળના-થયેલા, થવાના અને વિચરતા પ્રભુને હું વંદન કરું છું. જે પંચમ મહાદેવદેવાધિદેવ છે. ૨
* દેવનું સ્વરૂપ સ્પષ્ટ સમજવા માટે શાસ્ત્રકારોએ તેના સંક્ષેપમાં પાંચ ભેદ પાડી બતાવ્યા છે. તેમાં (૧) ચક્રવર્તિ-રાજા-મહારાજાદિ નરદેવ ગણાય છે. (૨) દેવગતિમાં જવાને એગ્ય કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે તેવા સદાચરણીય મનુ દ્રવ્યદેવ ગણાય છે. (૩) દેવગતિને પ્રાપ્ત થયેલા જીવો ભાવ દેવ ગણાય છે. (૪) જેઓ વર્તમાનકાળે ધર્મને આચરી રહ્યા છે અને પિતાના સંસર્ગમાં આવનારા યોગ્ય આત્માઓને ધર્મમા વાળી રહ્યા છે તેઓ ધર્મદેવ ગણાય છે અને (૫) જેમનામાં સ્તુતિ કરવાને સમગ્ર ઐશ્વર્ય આદિ તમામ વસ્તુઓ રહેલી છે તે પાંચમા મહાદેવ-દેવાધિદેવ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org