________________
વીશસ્થાનકપદની પૂજા–સાથે
૨૫૯ વીશસ્થાનકતણું ભક્તિ કરે ભાવથી,
શાસન ઉન્નતિ અતિ કરંતા. ઘણ૦ ૩ તાસ તણે આગ્રહે સ્તવન પૂજા રચી,
શુદ્ધ કરે મૃતધરા પુણ્ય જાણ; વિજય આનંદગાણિ વિજયસૌભાગ્યસૂરિ,
વિજયલક્ષ્મસૂરિ જેને વાણી. ઘણું૦ ૪ એમ વીશસ્થાનક સ્તવન કુસુમે, પૂજિયે શંખેશ્વર, સંવત સમિતિ વેદ વસુ શશિ, વિજ્યાદશમી મન ધરે; તપગચ્છ વિજયાનંદ પટધર શ્રી વિજયસૌભાગ્યસૂરીશ્વરે, વિજયલક્ષ્મી સૂરિ પભણે, સયલ સંઘ મંગલ કરે. ૧
ખંભાતબંદરમાં ભાવિક એવા પુણ્યવંત શ્રાવક-શ્રાવિકાએ વસે છે, તેઓ વિશસ્થાનકની ભાવપૂર્વક ભક્તિ કરે છે તેમ જ શાસનની અનેક પ્રકારે ઉન્નતિ કરે છે. ૩
તેઓના આગ્રહથી આ વીશસ્થાનકના સ્તવનરૂપ પૂજા મેં રચી છે. તેને શ્રતધર મુનિએ ! પુણ્યકાર્ય સમજીને શુદ્ધ કરજો. આવી વિજયઆનંદમણિના શિષ્ય વિજયસૌભાગ્યસૂરિ અને તેમના શિષ્ય વિજ્યલક્ષ્મી સૂરિની જૈન વાણી છે. ૪
આ પ્રમાણે વીશસ્થાનકની સ્તવનારૂપ કુસુમ વડે મેં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પૂજા સંવત ૧૮૪૫ ની વિજ્યાદશમીએ -આસો સુદી ૧૦ મીએ કરી છે. તેને તમે મનમાં ધારણ કરે. તપગચ્છપતિ શ્રી વિજયાનંદસૂરિના પટ્ટધર શ્રી વિજયસૌભાગ્યસૂરીશ્વરજીના શિષ્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ કહે છે કે–સકળ સંઘનું મંગળ થાઓ. ૧ (શ્રીવિજયલક્ષ્મી સૂરિજીકૃત વીશસ્થાનપદપૂજા સાથે સમાપ્ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org