________________
૨૯૨
પૂજાસંગ્રહ સાથે
મનથી ન જાણે રે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્દભાવ વિકાસે રે,
જ્ઞાનપદo ૩ કંચનનાણું રે લોચનવંત લહે, અંધ અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહીં, સ્વાદુવાદ રસ સમુદાય રે
જ્ઞાનપદo ૪ જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂલ રે; જ્ઞાની જ્ઞાનતણું પરિણતિથકી, પામે ભવજળ કૂલ રે,
જ્ઞાનપદo ૫ સંપૂર્ણ જ્ઞાનને અનંત ભાગ અપ્રતિપાતી કહ્યો છે. અર્થાત્ તે કદી અવરાતે જ નથી, પણ સદૈવ ઉઘાડે જ રહે છે. ૨
જે માણસ મનથી ઘડે બનાવવાની વિધિ ન જાણતું હોય તે ઘડો કેવી રીતે બનાવી શકે? દયાથી પણ પહેલા જ્ઞાનની જરૂર છે. સત્ અસત્ ભાવોને પ્રકાશ જ્ઞાનવડે જ થાય છે. ૩
નેત્રવાળે મનુષ્ય સેનાનું નાણું મેળવી શકે છે, અંધ માણસ તે એક અંધની પાછળ બીજે, બીજાની પાછળ ત્રીજો એમ ચાલ્યો જાય છે. તેવી રીતે એકાંતવાદી મનુષ્ય તત્વ પામી શકતું નથી, સ્યાદ્વાદી–અનેકાંતવાદી જ જ્ઞાનના રસ સંબધી સમુદાયને મેળવી શકે છે. ૪
જ્ઞાનથી ભરેલા ભરત ચક્રવર્તી વગેરે સંસારને તરી ગયા છે. જ્ઞાન એ સર્વગુણેનું મૂળ છે જ્ઞાની આત્મા જ્ઞાનના પરિ. ણામથી સંસાર સમુદ્રના કિનારે પહેચી શકે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org