________________
૧૮૮
પૂજાસંગ્રહ સાથે
બારે વ્રતનાં નિયમને રે, સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હે જિનજી!
ભક્તિo ૩ ગાંઠસી ઘસી દીપસી રે, એહમાં સર્વ સમાય; દીપક જાતે દેખતા રે, ચંદવાંસ રાય હે જિનજી!
ભક્તિo ૪ પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયો શિવગેહ; શ્રી શુભવીરશું માહરે રે, સાચા ધર્મ સનેહ હે જિનજી!
ભક્તિ ૫
રાત્રિના, પંદર દિવસના, મહિના, વર્ષના અથવા ઈચ્છા હોય તેટલા વર્ષના પચ્ચકખાણ લઈ શકાય છે. ૨
જેમ મંત્રના બળથી વીંછીનું ઝેર આખા શરીરમાંથી નીકળીને માત્ર ડંખની જગ્યામાં જાય છે તેમ બારે વ્રતમાં કરેલા નિયમેને આ વ્રતમાં સંક્ષેપ થાય છે. ૩
ગંઠસી, ઘરસી, દીપસી વગેરે આઠ પ્રકારના અભિગ્રહના પચ્ચકખાણને આ વ્રતમાં સમાવેશ થાય છે દીપકની જ્યોત
જ્યાં સુધી રહે ત્યાં સુધી કાર્યોત્સર્ગમાં રહેવાને નિયમ કરનાર ચંદ્રાવતંસક રાજા આયુષ્યને ક્ષય થયે દેવ થયા છે. ૪
આ વ્રતના પાંચ અતિચારોનું નિવારણ કરીને ધનદ શેઠ મેક્ષે ગયા છે. હે શુભવીર પ્રભુ! મારે પણ તમારી સાથે તેના જે જ સાચે ધર્મનેહ છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org