________________
નવાણુંપ્રકારી પૂજા સાથે
૧૧૩ રથયાત્રા પ્રદક્ષિણ દીજે, પૂજા નવાણું પ્રકાર; સુo ધૂપ દીપ કુળ નૈવેદ્ય મૂકી, નમીએ નામ હજાર, સુ૦ ૨ આઠ અધિક શત ટુંક ભલેરી, મહેટી તિહાં એકવીશ; સુo શત્રુંજયગિરિ ટુંક એ પહેલું, નામ નમે નિશદિશ. સુo ૩ સહસ અધિક આઠ મુનિવર સાથે, બાહુબલિ શિવઠામ, સુo. બાહુબલિ ટુંક નામ એ બીજું, ત્રીજું મજેદેવી નામ સુ૦ ૪ પુંડરીકગિરિ નામ એ ચાથું, પાંચ કોડી મુનિ સિદ્ધ; સુo પાંચમી ટુંક સૈવતગિરિ કહીએ, તેમ એ નામ પ્રસિદ્ધ સુo 5
રથયાત્રા કરાવીએ, એક વખત મૂળમંદિરને ફરતી નવાણું પ્રદક્ષિણું દઈએ, નવાણું પ્રકારી પૂજા ભણાવીએ, ધૂપ-દીપ કરી ફળ–નૈવેદ્ય ૯૮–૯ મૂકી આ તીર્થના એક હજાર નામને નમસ્કાર કરીએ. ૨
આ તીર્થની ૧૦૮ સુંદર ટૂંકે છે, તેમાં મોટી ટૂંકે એક વીશ છે, શત્રુંજયગિરિ નામની પહેલી ટૂંક છે. તે નામ લઈ ત્રિદિવસ એ તીર્થને નમસ્કાર કરીએ. ૩ : "
એક હજાર ને આઠ મુનિઓ સાથે સિદ્ધ થયેલ બાહુબલિની મક્ષસ્થાનની સ્થાપના કરવામાં આવેલ હોવાથી બીજું ટુંકનું નામ બાહુબલિ છે, અને ત્રીજી ટુંકનું નામ (આ ટુંકમાં મરુદેવી માતાની સ્થાપના કરવામાં આવેલ હોવાથી) મરુદેવી ટુંક છે. ૪ - પાંચ ક્રોડ મુનિવર સાથે પુંડરીક ગણધર આ તીર્થ પર સિદ્ધપદ પામેલ હોવાથી ચેથી ટુકનું નામ પુંડરીકગિરિ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org