________________
બારવ્રતની પૂજા સાથે
૧૬૧ આનંદાદિક દશ ચું બેલી. તુમ કને વ્રત ઉરચર્યો રે; મેo પાંચ ટકા જૂઠ ન બેલે, મેં ભી આશ ભર્યો રે, મેo ૨ બીજું વ્રત ધરી જૂઠન બેલું, પણ અતિચારે ડર્યો રે; મેo વસુરાજા આસનસે પડિયે, નરકાવાસ કર્યો રે, મેo ૩ માંસાહારી માતંગી બોલે, ભાનુ પ્રશ્ન ધર્યો રે; મેo જૂઠા નરપગ ભૂમિશાધન, જળ છંટકાવ કર્યો રે, મો. ૪ ભક્તજનેમાં શુભ ભાવ ભરી દીધે પછી તેઓ શિવમંદિરેમેક્ષે પહોંચી ગયા. હે પ્રભુ! અમે પણ તમારી સાથે એજ બનાવ બનાવીશું અર્થાત્ મેક્ષની પ્રાપ્તિ કરીશું. ૧
આનંદ વગેરે દશ શ્રાવકેએ આ પ્રમાણે બેલી આપની પાસે બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં બીજા વ્રતમાં પાંચમોટા જૂઠ (૧ કન્યા સંબંધી, ૨ પશુ સંબંધી, ૩ જમીન સબ ધી, ૪ પારકી થાપણ એળવવા રૂપ, અને ૫ બેટી સાક્ષી પૂરવા રૂ૫) ન બેલવાને નિર્ણય કર્યો. હું પણ તેમના જેવી જ આશાથી ભરેલું છું. ૨
બીજું વ્રત લઈને હું જૂઠ બોલવાને ત્યાગ કરું છું. તેના પાંચ અતિચારોથી ડરું છું, વસુરાજા જૂઠ બોલવાથી સિંહાસન ઉપરથી પડયે અને નરકાવાસને પામ્ય –નરકમાં ગયે. ૩
માંસભક્ષણ કરનાર માતંગીને બેસવા માટે જમીન ઉપર પાણી છાંટતી જોઈને ભાનુ નામના પંડિતે પ્રશ્ન કર્યો કે–તું જાતે ચંડાળ છે અને માંસાહાર કરે છે, તે જમીન પર પાણી કેમ છાંટે છે, તેના ઉત્તરમાં માતંગી કહે છે કે જૂઠ બોલનાર મનુષ્યના પગ પડવાથી અપવિત્ર થયેલ ભૂમિને શુદ્ધ કરવા જળ છંટકાવ કરું છું એટલે ચંડાળ કરતાં પણ જૂઠ બેલનાર વધારે અપવિત્ર છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org