________________
૧૫૪
પૂજાસંગ્રહ સાથે અતિશયે શોભતા, અન્ય મત થોભતા,
વાણુ ગુણ પાંત્રીશ જાણુએ એક નાથ શિવસાર્થવા, જગતના બંધવા,
દેવ વીતરાગ તે માનીએ એ. પ.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતે બનાવેલા શ્રી મહાદેવ તેત્રમાં ફરમાવ્યું છે કે “સંસારરૂપી બીજને અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિ દોષે જેમના ક્ષય પામ્યા હોય, તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય, અર્થાત્ નામથી ગમે તે હોય તેને મારે નમસકાર થાઓ”
તાત્પર્ય એ છે કે એવા સ્વરૂપવાળા નામથી ગમે તે હોય પરંતુ બધા પરમાત્માના જ નામે છે. મહાપ્રાભાવિક ભક્તામર સ્તોત્રમાં પણ આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં ફરમાવ્યું છે કે “હે પ્રભુ! ત્રણ ભુવનને સુખકર હોવાથી તમે જ શંકર છે, એક્ષમાર્ગનું વિધાન કરનાર હોવાથી તમે જ ધાતા-બ્રહ્યા છે અને પુરુષેત્તમપણું તે તમારામાં પ્રગટપણે દેખાય છે તેથી તમે જ સાચા પુરુષોત્તમ-વિષ્ણુ છે. મહોપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી મ. શ્રીએ પણ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે“તું પુરુષોત્તમ તુંહિ નિરંજન, તું શંકર વડભાગ, તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું હિ દેવ વીતરાગ. ”
તે સુદેવ કેવા છે ? ત્રીશ અતિશય વડે શોભતા છે, અન્ય મિથ્યામતેને થંભાવનારા છે, જેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત છે, જે નાથ મેલનગરે લઈ જવામાં સાર્થવાહ સરખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org