________________
પૂજાસંગ્રહ સાથે
ઢાળ છઠ્ઠી
( દેખ ગતિ દેવની રે–એ દેશી) ત્રીશ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાનંદ, સંયમ રસિયા જાણુને રે, મળિયા ચાસઠ ઇંદ્ર; નમ નિત્ય નાથજી રે, નિરખત નયનાનંદ, નમો ૧ તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઠાઠ; આઠ જાતિ કળશા ભરી રે, એક સહસી ને આઠ, નમેo ૨. અશ્વસેન રાજા રે રે, પાછળ સુર અભિષેક, સુરતરુ પેરે અલંકર્યા રે, દેવ ન ભૂલે વિવેક. નમોહ ૩ મળ્યા હોય ? ( સંયમના અયવસાય સ્થાને અસંખ્યાતા છે તેને અસંખ્ય દેવે સાથે ઉપમા આપી.) ૨ * ઢાળને અથ–વામામાતાના પુત્ર પાર્શ્વકુમાર ત્રીશ વર્ષ સુધી સુખપૂર્વક ઘરમાં રહ્યા. તેમને સંયમની ઈચ્છાવાળા જાણી ચોસઠ ઈંદ્ર ત્યાં એકઠા થયા. એવા સ્વામીને હંમેશા નમસ્કાર કરો કે જેમને જેવાથી પણ નેત્રને આનંદ ઉપજે છે. ૧ - દેવે આવીને તીર્થના પાણી લાવે છે અને શ્રેષ્ઠ ઔષધિઓ ઘણુ ઠાઠપૂર્વક તેમાં ભેગી કરે છે અને આઠ જાતના કળશે દરેક જાતના એક હજાર ને આઠ કળશા ભરે છે. ૨
પ્રભુને સિંહાસન પર બેસારી સૌથી પ્રથમ અશ્વસેન રાજા દીક્ષાભિષેક કરે છે. પછી દેવતાઓ અભિષેક કરે છે પછી કલ્પવૃક્ષની જેવા પ્રભુને અલંકૃત કર્યા. દેવતાઓ વિવેક ચૂકતા નથી.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org