________________
પૂજાસંગ્રહ સાથે
કેવળજ્ઞાન કલ્યાણકે સાતમી દીપક પૂજા
દુહા
સાથે ધન ઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધ; પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્તિસુખ દીધ. જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણ; તેણે દીપકની પૂજા કરતાં કેવળનાણુ.
વાળ સાતમી
( મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી ). પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદંબરી અટવી આવ્યા, કુંડનામે સરેવર તીરે, ભર્યું પંકજ નિર્મળ નીર રે; મનમોહન સુંદર મેળા, ધન્યલક નગર ધન્ય વેળા રે,
મનમોહન ૧ કુહાને અથ–સંયમ લીધા પછી બીજે જ દિવસે પાર્શ્વનાથ પ્રભુએ ધન સાર્થવાહને ઘરે પ્રથમ પારણું કર્યું. ત્યાં પંચ દિવ્ય (સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, સુગંધી પુષ્પની વૃષ્ટિ, દેવદુંદુભિનું વાગવું અને અહોદાન એવી ઉદ્ઘેષણ) પ્રગટાવીને તેને મુક્તિસુખ આપ્યું. ૧
શ્રી પાર્શ્વનાથ પ્રભુ જગદીપક કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે વનમાં રહીને તપ કરતા હતા, તેથી આપણે પણ પ્રભુની દીપક ધરી પૂજા કરીએ જેથી આપણને પણ અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૨
દાળનો અર્થ–શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કાશીનગરીથી વિહાર કર્યો. અનુક્રમે કાદંબરી નામની અટવામાં આવ્યા. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org