________________
9૪
પૂજાસંગ્રહ સાથે.
ચ્યવન કલ્યાણ કે બીજી ફળપૂજા
દુહા કૃષ્ણ ચતુર્થી ચૈત્રની, પૂર્ણાયુ સુર તેહ, વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ, સુપન ચતુર્દશ મેટકા, દેખે માતા તામ; શ્યણું સમે નિજ મંદિરે, સુખશયા વિશરામ,
ઢાળ બીજી ( મિથ્યાત્વ વામીને કયા સમકિત પામી રે—એ દેશી) રૂડો માસ વસત ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા; કેતકી જાઈ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા, કોયલ મદભર ટહુકતી રે, બેઠી આંબાડાળ વાલા. ૧
દુહાને અથ–ગુણના ભંડાર એવા પ્રભુ ચૈત્ર વદિ ૪ (ગુજરાતી ફાગણ વદિ ૪) ની રાત્રિએ દેવાયુ પૂર્ણ કરી વામામાતાના ઉદરમાં આવીને અવતર્યા. ૧
તે વખતે પોતાના મહેલમાં મધ્યરાત્રિએ સુખશય્યામાં વિશ્રામ લેતા–નિદ્રાધીન થયેલા માતા મેટા ચૌદ સ્વમ જુએ છે. ૨
ઢાળને અથ–(પાર્શ્વનાથ પ્રભુ ગભમાં આવ્યા ત્યારે વસંતત્રતુ ચાલતી હતી તેથી કર્તા વસંતઋતુનું વર્ણન કરે છે.) શ્રેષ્ઠ એવી વસંતઋતુના મહિનામાં વનરાજી ફાલી-ફૂલી છે. રાયણ અને આંબાના ઝાડને પણ ફળ આવ્યા છે. કેતકી, જાઈ ને માલતીના પુષ્પ ઉપર ભમરાઓ શબ્દ કરી રહ્યા છે. આંબાની ડાળ ઉપર બેસી કેયલ મદભર ટહૂકા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org