________________
પંચકલ્યાણક પૂજા સાથે સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા; નારી મિત્રના પ્રેર્યા આવે, કેઈક પિતાને ભાવે,
પ્રભુo ૩ હુકમે કઈ ભક્તિ ભરેવા, વળી કેઇક કૌતુક જેવા હય કાસર કેસરી નાગ, ફણ ગરુડ ચડ્યા કેઈ છાગ,
પ્રભુo ૪ વાહન વૈમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ કેઈ બેલે કરનાં તાડા, સાંકડા ભાઇ પર્વના દહાડા,
પ્રભુo ૫
સૌધર્મેન્દ્ર પાલક નામના વિમાનમાં સિંહાસન ઉપર બેસી ઘણું દેના પરિવાર સાથે ચાલ્યા, તે દેવામાં કેટલાક સ્ત્રીની પ્રેરણાથી આવે છે, કેટલાક મિત્રની પ્રેરણાથી આવે છે. કેટલાક પિતાના ભાવથી આવે છે. ૩
કેટલાક ઈંદ્રના હુકમથી આવે છે, કેટલાક ભક્તિભાવથી આવે છે, કેટલાક દે કૌતુક જોવા માટે આવે છે, કેટલાક ઘેડા ઉપર, કેટલાક પાડા ઉપર, કેટલાક સિંહ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક સર્ષ ઉપર, કેટલાક ગરુડ ઉપર, કેટલાક બેકડા ઉપર બેસીને આવે છે.૧ ૪
વાહને અને વિમાને વડે આકાશ સાંકડું થયું. તે વખતે કેટલાક દેવે ઉચ્ચ સ્વરે કહે છે કે– ભાઈ ! પર્વના દિવસે તે સાંકડા હોય છે. ૫
૧ આ વાહનરૂપે થયેલ સેવક દેવે સમજવા. કારણકે દેવલોકમાં હાથી-ઘોડા-સિહ વગેરે તિય એ હેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org