________________
વણું વાકયાથ બેધજનક નથી એ મીમાંસક મત
૪૯ 102, વળી, એક જ સંસકાર પાડતા વર્ણો પદાર્થ જ્ઞાન અને વાક્યર્થજ્ઞાન કરાવે છે કે અનેક સંસ્કાર પાડતા વર્ષે ? ( અર્થાત પૂર્વવર્ષોથી જનિત એક જ સંસ્કાર પદાર્થજ્ઞાન અને વાક્યાથજ્ઞાન બન્નેને ઉત્પન્ન કરે છે કે પૂર્વવર્ણોથી જનિત અનેક સંસ્કારોમાંથી કઈ સંસ્કાર પદાર્થ જ્ઞાનને ઉપન કરે છે અને કઈ સંસ્કાર વાકળ્યાજ્ઞાનને ઉપન્ન કરે છે ?) આ બાબતે કહેવામાં આવ્યું છે કે એક જ સંસ્કાર કેવી રીતે બે કાર્યો ઉત્પન્ન કરી શકે ? પૂર્વાવણે જે એક સંસ્કાર પાડે છે તે જ સંસ્કારથી અન્ય બીજો કોઈ સંસ્કાર તો છે નહિ. [ અને એક જ સંસ્કાર તે એક જ કાર્યને-પદાર્થજ્ઞાનને- ઉત્પન્ન કરી શકે, તે ઉપરાંત બીજા કાર્યને વાક્યાયંજ્ઞાનને ઉત્પન્ન ન કરી શકે ] વાક્ષાર્થનું જ્ઞાન બીજી રીતે ( અર્થાત પદાર્થો દ્વારા) પણ થાય છે, તેથી અનેક સંસ્કારોની કલ્પના કરવાનું કઈ કારણ નથી. ઉપરાંત પદની બાબતમાં, પૂર્વવર્ષે ઘણુ વખત પહેલાં નાશ પામ્યા નથી હોતા અને પરિણામે સંકલન જ્ઞાન વડે તેમને ભેગા કરવા શક્ય છે, એટલે જ્યારે અંત્ય વર્ણ સંભળાય છે ત્યારે તે પ્રવર્ગોન અનસંધાન થાય છે; જ્યારે વાક્યની બાબતમાં. તે વર્ગો ઘણા વખત પહેલાં નાશ પામી ગયા હોય છે અને પરિણામે એવા તે વનું અનુસંધાને અત્યંત કલેશ કરનારું અને અદષ્ટપૂર્વ હેઈ દુર્ઘટ છે; પરંતુ થોડા થોડા સમયના અંતરે પદો બોલવામાં આવતાં વાક્યાથની પ્રતીતિ થતી દેખાય છે, જ્યાં પૂર્વવર્ણના અનુસંધાનની ગંધ સરખી પણ નથી. તેથી વર્ણો વાક્યાથજ્ઞાનનું કારણ નથી.
103. કવિ પાર્થ વાયાર્થે ૨ પ્રતિપાદ્યન્તો વળ યુપત પ્રતિપાદુંयेयुः क्रमेण वा ? तत्र सकृदुच्चारितानां युगपदुभयकरणमनुपपन्नम् , अशक्यत्वात् । क्रमपक्षेऽपि पूर्व चेद् वाक्यार्थप्रतिपादनं, तदयुक्तम् , अनवगतपदार्थस्य वाक्यार्थप्रत्ययादर्शनात् । अथ पूर्व पदार्थप्रतिपादनं, ततो वाक्यार्थप्रत्यायनं, हन्त ! तर्हि पदार्थप्रत्ययादेव वाक्यार्थबुद्धेः सिद्धत्वात् किमिति पुनर्व्यापारान्तरे श्रम आश्रीयते ? तस्मात् पदार्थप्रतिपादनपर्यवसितसामर्थ्यानि पदानि, पदार्थेभ्यस्तु वाक्यार्थप्रत्यय इति सिद्धम् ।
103. વળી પદાર્થને અને વાકવાથને જણાવતા વર્ષે તે બન્નેને યુગપત્ જણાવે છે કે ક્રમથો જણાવે છે ? તેમાં એક વાર ઉચ્ચારાયેલ વર્ણો યુગપત્ બનેને ઉત્પન્ન કરે એ ઘટતું નથી કારણ કે તે અશક્ય છે. ક્રમ પક્ષમાં પણ જે પહેલાં વાયાથનું જ્ઞાન હોય તો તે અયોગ્ય છે, કારણ કે પદાર્થને જાણ્યા વિના વાક્યાથનું જ્ઞાન થતું દેખાતું નથી જે પહેલાં પદાર્થનું પ્રતિપાદન હોય અને પછી વાક્યાથને જણાવાને હવે તે તો અરે ! પદાર્થ જ્ઞાનમાંથી વાયાર્થજ્ઞાન સિદ્ધ થયુ, તે પછી શા માટે ફરી બીજા વ્યાપારની બાબતમાં શ્રમ કરો છે ? નિષ્કર્ષ એ કે પદાર્થનું પ્રતિપાદન કરવામાં જ પદોનું સામર્થ્ય ખર્ચાઈ જાય છે, પરંતુ પદાર્થોમાંથી તે વાક્યર્થનું જ્ઞાન પુરવાર થાય છે.
:04. अपि च अन्वयव्यतिरेकाभ्यामेवमवगम्यते यत् पदार्थपूर्वको वाक्यार्थ इति । यो हि मानसादपचारात् श्रुतेष्वपि पदेषु पदार्थान्नावगच्छति, नावगच्छत्येव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org