________________
શુન્યવાદખંડન
199. શતઃ પ્રમેયપર્યાોચનવર્મના િવક્રમર્થ ન સુરમ્ | ઘરविचारेऽपि प्रमाणवृत्तमेव परीक्ष्यते । अतश्च प्रमाणचर्चातो बिभ्यद्भिः पलाय्य या प्रमेयकथावीथी ताथागतैरवलम्बिता तस्यामपि सैव मीषणमुखी प्रमाणचचैवोपनता।
सर्वतो विपदां मार्गमादेशयितुमुद्यते । विधौ विधुरतां याते प्रपलाय्य क्व गम्यते ॥ तस्मात् प्रमाणतोऽशक्ये शक्ये वा वस्तुनिर्णये। एवं प्रायमयुक्त' वः कुशकाशावलम्बनम् ॥ तेन निष्फलमुत्सृज्य शून्यवादबकवतम् । बाह्येनैवार्थजातेन व्यवहारो विधीयताम् ॥
99. નિષ્કર્ષ એ કે પ્રમેયની પર્યાલચનાના માર્ગ દ્વારા પણ શૂન્યવાદનું સમર્થન કરવું શક્ય નથી. પ્રમેયવિચારણામાં પણ પ્રમાણુવ્યાપારની જ પરીક્ષા થાય છે અને તેથી પ્રમાણની ચર્ચાથી ભય પામતા બૌ દ્ધોએ ભાગીને પ્રમેયકથારૂપી વીથીને આશરો લીધે તો તે વીથીમાં પણ પેલી જ ભીષણમુખી પ્રમાણચર્ચા ઉપસ્થિત થઈ. જ્યારે ચારે બાજુ વિપત્તિઓથી ભરપુર માર્ગ રચવામાં જ ઉત થયેલ વિધિ શત્રુ બન્યો છે ત્યારે ભાગીને પણ તમે કથા જાવ ? તેથી જ્યારે વસ્તુને નિર્ણય કરવો પ્રમાણથી શક્ય છે કે નહિ એ બે વિકલ્પ કરી વિચારવામાં આવે છે ત્યારે ડૂબતા એવા તમારે તણખલાને આ પ્રકારને આશ્રય લેવો અયોગ્ય છે. [વસ્તુને નિર્ણય પ્રમાણુથી શકયું છે એ વિકલ્પ સ્વીકારતાં તમારે શુન્યવાદીઓએ પોતાના પક્ષને ત્યાગ કરવો પડે. વસ્તુનો નિર્ણય પ્રમાણથી શકય નથી એમ સ્વીકારતાં વસ્તુના નિર્ણયમાં પ્રમાણને અભાવ છે એ તમારે શૂન્યવાદીઓએ દર્શાવવું જોઈએ, જે શક્ય નથી.] માટે શુન્યવાદરૂપી નિષ્ફળ બકવ્રત ત્યજીને બાહ્ય અર્થો વડે વ્યવહાર ચલાવે.
200. કથાથાશૈથિંડ્યાનનાય “જૂન્ય' “સર્વે ક્ષણવા? “ નિરામ' इत्युपदिश्यते, तर्हि किमनेन मृषोद्येन ? सत्यप्यात्मनि, सत्स्वपि स्थिरेषु पदार्थेषु, विषयदोषदर्शनद्वारेण भवत्येव विवेकवतां वैराग्यमिति तदुपजननाय शून्यवादादिवर्णनं वक्रः पन्थाः । प्रत्युत प्राज्ञो मुमुक्षः क्षणिकनैरात्म्यशन्यतादिवचनं युक्तिबाधितमवबुध्यमानी वञ्चनामयमिव तदुपदेशमाशङ्कते ।
200. જો તમે શુન્યવાદીઓ કહો કે બાહ્ય અર્થોમાં લોકોની આસક્તિને શિથિલ કરવા માટે બધું શૂન્ય છે' ‘બધુ ક્ષણિક છે બધું નિરાત્મક છે એમ ઉપદેશવામાં આવ્યું છે કે અમારે કહેવું જોઈએ કે આ મિથ્યા પ્રતિપાદનની શી જરૂર છે? આત્મા હોવા છતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org