________________
તૈયાયિકાએ કરેલી અવયવીની સ્થાપના
૪૧૯
તેમ છતાં જેમ જાતિ પ્રત્યેક અવયવમાં સમાપ્ત થઈ જતી નથી તેમ અવયવી પણ પ્રત્યેક અવયવમાં સમાપ્ત થઈ જતા નથી. અવયવી દરેક અવયવમાં સમગ્રપણે રહેતા હોવા છતાં તે અવયવમાં ઔા અવયવા દ્વારા રહેતે નથી, કારણ કે ખા અવયવે જ્ઞાત થતા નથી, પરંતુ અવયવી અવયવમાં રહે છે જ. તેથી કહ્યું છે કે અવયવી અવયવેામાં રહે છે એમ અમે કહીએ છીએ કારણ કે અનાશ્રિત અવયવીનુ જ્ઞાન થતુ નથી. આ પ્રકારનુ` રહેવુ' તમે બીજે કયાં જેવું છે ? એમ જે તમે અમને પૂછે છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે પ્રત્યક્ષથી દેખાતા અંનું સમથ ન કરવા દૃષ્ટાન્તને શોધવાની શી જરૂર ? તેથી, અવયવેમાં રહેતા અવયવીનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થતું હાવાથી તેના રહેવાની બાબતમાં વિકલ્પે ઉઠાવવાને કોઈ અવસર જ નથી. માળાના દા, વગેરેનું રહેવુ પણ્ તે જ રીતે પ્રત્યક્ષથી જ સ્વીકારીએ છીએ, તે પછી અવયવીનુ અવયવેામાં આ પ્રમાણે રહેવું પ્રત્યક્ષ વડે દેખાતુ હોવા છતાં શા માટે પ્રતિષેધવામાં આવે છે ? અને અવયવીનુ ગ્રહણ કરનાર પ્રત્યક્ષની બાબતમાં કાઇ મિથ્યા ચર્ચા યોગ્ય નથી. દોષરહિત કરણાથી જે ઉત્પન્ન થયેલું છે, જેનું આધક જ્ઞાન આવિર્ભાવ પામ્યું નથી અને જે અસંદિગ્ધ છે એવુ જ્ઞાન મિથ્યા છે એમ કેમ કહેવાય ? અવયવીનુ` જ્ઞાન સેના અને વનના જ્ઞાન જેવું છે એમ કહેવું ઉચિત નથી, કારણુ કે અવયવીનું જ્ઞાન ખીજા કોઈ જ્ઞાનથી બાધ પામ્યું નથી જ્યારે સેના અને વનનું જ્ઞાન તે બીજા જ્ઞાનથી બાધ ૫ મે છે. વળી ગજ, અશ્વ, પદાતિનુ તેમજ પીલુ, પલાશ, શિ શપા વગેરેનું દર્શન ત્યાં ઘટતું હૈાઇ તેમના સમુદાયમાં સેના અને વનની પ્રતીતિ પણ ધટે છે, પરંતુ અહી પટની પ્રતીતિના વિષય કાના સમુદાય છે એ વિચારવુ જોઇએ. જો કહે કે પટની પ્રતીતિને વિષય ત તુઐના સમુદાય છે તે અમે પૂછીશુ કે તંતુની પ્રતીતિને વિષય કયે છે ? જો તમે કહે કે તન્તુની પ્રતીતિના વિષય તન્તુના અવયવેા છે, તે એમ અવયવના અવયવના નિરૂપણુમાં છેવટે પરમાણુએને પાતિ, અશ્વ, શમી, શિશપા, વગેરે સ્થાનીય કહેવા જેઇએ; અને તેથી પરમાણુની જેમ તેમનું ગ્રહણ પશુ અટમાન રહે કારણ કે પરમાણુઓની જેમ તેએ પણ અતીન્દ્રિય બની રહે. એટલે કહેવુ જોઇએ કે અવયવીની પ્રતીતિના વિષય અવયવ ( = અવયવાને સમુદાય નથી. આમ એ સિદ્ધ થયું કે અવયવી પ્રત્યક્ષગ્રાહ્ય છે.
198. परमाणवोsपि कार्यानुमानपरिनिश्चितनित्यनिरवयव स्वरूपाः सन्तीति पूर्वमेव समर्थितम् । अतो न षट्कयोगादिना सावयवत्वमेषामुपपादयितुं पाते । त्वनित्यतायामप्रयोजकमिति दर्शयिष्यते ।
198, જેમનું નિત્ય નિરવયવ સ્વરૂપ કાર્યનુમાન દ્વારા પરિનિશ્ચિત થયેલુ છે એવા પરમાણુએ અસ્તિત્વ ધરાવે છે, એનું સમન અમે પહેલાં કરી દીધુ છે. તેથી છ દિશાએમાં રહેલા છ પરમાણુએ સાથેના સંયોગને કારણે પરમાણુએનું સયવત્વ ઘટાવવુ શકય નથી પરમાણુઓની અનિયતા પુરવાર કરવામાં મૃત તા હેતુ અપ્રયેજક છે એ અમે દર્શાવીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org