________________
ભૂતચેતન્યવાદ અને તેનું ખંડન
૧૭૧
व्यभिचारः, तद्विशेषगुणत्वे हि चैतन्यस्य रूपादिवत् तदवस्थानादविनाशप्रसङ्गः । यत्तु मदशक्तिवदित्युक्तम् तत्र मदशक्तेदृ ष्टत्वात् अभ्युपगमः, न तु ज्ञानस्य तत्र दर्शनम् ।
48. શરીરને જ્ઞાન આદિને યોગ નથી કારણ કે (૧) લીરની જેમ તે પરિણમી છે, (૨) ક્ષીરની જેમ તે રૂપ આદિ ગુણ ધરાવે છે, (૩) ત્રિદંડ વગેરેની જેમ તે અનેકના સમૂહ રૂપ છે, (૪) બાહ્ય ભૂતની જેમ તે વિશિષ્ટ સન્નિવેશ ધરાવે છે. શરીર ચૈતન્યશૂન્ય છે, કારણ કે તે શરીર છે, મૃતશરીરની જેમ. રૌતન્ય શરીરને ધર્મ નથી કારણ કે જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ હોતું નથી. કાર્ય આદિ સાથે આને વ્યભિચાર નથી (અર્થાત્ શરીરને જે ધર્મ હોય તે યાવતશરીરભાવી હોય, કાર્ય શરીરને ધર્મ હોવા છતાં યાવતશરીરભાવી નથી એટલે અહીં વ્યભિચાર આવે છે એમ નહિ કહી શકાય કારણ કે શરીરમાં કાર્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખીએ છીએ, પણ મૈતન્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખતાં નથી. [ચૈતન્ય] શરીરને વિશેષણગુણ હોતાં' એ જાતનું વિશેષણ ચૈતન્યને આપવાથી
વ્યભિચારદોષ આવતું નથી [એમ ન કહેવું જોઈએ] કારણ કે શરીરને વિશેષગુણ હતાં ચૈતન્યની અવસ્થિતિ રૂપ આદિની જેમ–અર્થાત્ જયાં સુધી શરીર હોય ત્યાં સુધી થવાથી શરીર અવિનાશી (અમરન મરે એવું) બની જવાની આપત્તિ આવશે. જેમ કિવ આદિમાં મદશક્તિ આવિર્ભાવ પામે છે તેમ ભૂતમાં (= શરીરમાં) જ્ઞાન આવિર્ભાવ પામે છે એમ જે કહેવામાં આવ્યું ત્યાં કિશ્વ આદિમાં મદશક્તિ દેખાતી હોઈ તેનો અમે મૈયાયિકે સ્વીકાર કરીએ છીએ પરંતુ ભૂતેમાં જ્ઞાનનું દર્શન થતું નથી [ એટલે ભૂતેમાં જ્ઞાનને અમે સ્વીકાર કરતા નથી.].
49: ननु ज्ञानमपि तदन्वयव्यतिरेकानुविधायि प्रायेण दृश्यते । भूतेष्वन्नपानाधुपयोगपुष्टेषु पट्वी चेतना भवति, तद्विपर्यये विपर्ययः । ब्राह्मीघृताधुपयोगसंस्कृते च कुमारशरीरे पटुप्रज्ञता जायते । वर्षासु च स्वेदादिनाऽनतिदवीयसैव कालेन दध्याद्यवयवा एव चलन्तः पूतनादिक्रिमिरूपा उपलभ्यन्ते । चैतन्ये च गुरुलाघवव्यवहारोऽपि भूतातिशयसदसत्त्वकृतो भविष्यतीति भूतचैतन्यपक्ष एव युक्तियुक्तो लक्ष्यते ।
49, ભૂતચૈતન્યવાદી – જ્ઞાન પણ ભૂત સાથે અન્વય-વ્યતિરેક ધરાવતું પ્રાયઃ દેખાય છે. અન્નપાન આદિના ઉપયોગથી પુષ્ટ ભૂતેમાં પટુ ચેતન દેખાય છે અને અનપાન આદિનાં ઉપગના અભાવમાં ક્ષીણું ભૂતોમાં મંદ ચેતન દેખાય છે. બ્રાહ્મી ઘી વગેરેના ઉપયોગથી સંસ્કૃત કુમારશરીરમાં પટુ પ્રજ્ઞા જન્મે છે અને વર્ષાકાળમાં ભેજ વગેરેને લીધે થોડા જ વખતમાં દહીં વગેરેના અવયવો જ ચાલતા પૂતાના આદિ કમિરૂપ દેખાય છે. ચૈતન્યમાં તીત્ર-મંદને વ્યવહાર ભૂતે.ના અતિશયના હેવા ન હોવાના આધારે થશે, એટલે ભૂતચૈતન્યપક્ષ જ યુક્તિયુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org