________________
અવિવા કોને છે ? 77. ननु तत्वाग्रहणरूपाऽपि कस्येयमविद्या ? न हि ब्रह्मणो नित्यप्रबुद्धस्वभावत्वादविद्या भवति । अन्यस्तु नास्त्येव तदाश्रयः । न च निरधिकरणमेव मिथ्याज्ञानं भवितुमर्हति । उच्यते । जीवात्मनामविद्या, न ब्रह्मणः ।
17. Rયાયિક – તત્વના અગ્રહણરૂપ પણ આ અવિદ્યા કોને છે ? અવિદ્યા બ્રહ્મને નથી કારણ કે તે નિત્યબુદ્ધ સ્વભાવ છે. બીજે કઈ અવિદ્યાને આશ્રય છે જ નહિ. અને અધિકરણ વિનાનું જ મિયાજ્ઞાન હોવું ઘટતું નથી.
અદ્વૈત વેદાન્તી – આને ઉત્તર અમે આપીએ છીએ. અવિદ્યા જીવાત્માઓને છે, બ્રહ્મને નથી.
78. ननु के ते जीवात्मान: ? तेऽपि ब्रह्मणोऽन्यानन्यतया चिन्त्या एव । आः ! क्षुद्रतार्किक ! सर्वत्रानभिज्ञोऽसि । ब्रह्मैव जीवात्मानः, न ततोऽन्ये । न हि दहन पिण्डाद् भेदेनापि भान्तः स्फुलिङ्गा अग्निस्वरूपा न भवन्ति ।
78 યાયિક –તે જીવાત્માઓ શું છે ? તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે એ વિચારવું જોઈએ.
અતવેદાન્તી – એ શુદ્ર તાર્કિક ! તું સર્વત્ર અજ્ઞાની છે. બ્રહ્મ જ જીવાત્માઓ છે, બ્રહ્મથી અન્ય તેઓ નથી. અગ્નિપિંડથી જુદા દેખાતાં ફુલિંગે અગ્નિસ્વરૂપ નથી એમ નહિ.
79. तत् किं ब्रह्मण एवाविद्या ? न च ब्रह्मणोऽविद्या । यथा चैकमेव घटाद्यावरणोपहितभेदतया भिन्नमिव विभाति नभः पटाकाशं घटाकाशमिति, तदावरणवशादेव च रजोधूमादिकलुषितमपि भवति, तदावरणविरतौ तु गलितकालुष्यमले तत्रौव परमे व्योम्नि लीयते, तथैव च जीवात्मानोऽपि अविद्यापरिकल्पितभेदाः तत्कृतमनेकप्रकारकालुण्यमनुभवन्ति, तदुपरमे च परब्रह्मणि लीयन्ते इति ।
19. યાયિક – તો શું બ્રહ્મને જ અવિદ્યા છે ?
અદ્વૈત વેદાન્તી – બ્રહ્મને અવિદ્યા નથી. જેમ ઘટ વગેરે આવરણથી ઊભા થયેલા ખાટા ભેદોથી એક જ આકાશ જાણે ભિન્ન ભિન્ન હોય એવું દેખાય છે – ધટાકાશ. પટકાશ; વળી, તે આવરણને લીધે જ આકાશ ૨૪-ધૂમ વગેરેથી કલુષિત પણ બને છે, પરંતુ તે આવરણે હટી જતાં કાલુખ્યમલ દૂર થઈ જાય છે અને કાલુખ્યમલ દૂર થઈ જતાં તે ઘટાકાશ, પટાકાશ આદિ ભેદે પરમ આકાશમાં લય પામે છે, તેવી જ રીતે જીવાત્માઓ પણ અવિદ્યાએ બ્રહ્મમાં ઊભા કરેલા ખેટા ભેદે છે, અવિદ્યાકૃત અનેક પ્રકારનું કાલુષ્ય તે જીવાત્માએ અનુભવે છે અને તે અવિદ્યા દૂર થતાં જીવાત્માઓ પરમ બ્રહ્મમાં લીન થાય છે.
80. नन्वेवं सत्यप्यविद्यापरिकल्पित एष ब्रह्मजीवात्मविभागः । सा च जीवास्मनामविद्यत्युच्यते । तदेतदितरेतराश्रयमापद्यते, अविद्याकल्पनायां सत्यां जीवात्मानः,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org