________________
જ્ઞાન, શબ્દ અને દીપ સ્વપ્રકાશ છે એ મતનું ન્યાયકૃત ખંડન
૯
165. નનું જ્ઞાનરાન્દ્રીપાત્રય: સ્વરપ્રાશા યાદુ: | તદ્દયુ, શબ્દदीपयोः स्वग्रहणेऽर्थप्रकाशने च सामयन्तरसव्यपेक्षत्वात् । शब्दोऽर्थप्रकाशने समयग्रहणमपेक्षते, स्वप्रकाशने च श्रोत्रम् । दीपोऽपि चक्षुराद्यपेक्ष एव गृह्यते, ग्राहयति चार्थम् । इयांस्तु विशेषः -- घटादिग्रहणे आलोकसापेक्षं चक्षुः प्रवर्तते, आलोकग्रहणे तु निरपेक्षमिति । नैतावता दीपस्य स्वप्रकाशता स्यात् । इत्थे च मार्जारादिनक्तंचरचक्षुरपेक्षया सर्व एव घटादयः स्वप्रकाशाः स्युः। ज्ञानस्य तु परप्रकाशकत्वमेव दृश्यते, न स्वप्रकाशकत्वम् , अर्थप्रकाशकाले तदप्रकाशस्य તાતા मुधैव तस्माद् भणितास्त एते ।
__ त्रयः प्रकाराः स्वपरप्रकाशाः । प्रदीपबोधध्वनिनामधेयाः ।
___ विभिन्नसामग्यभिवेद्यवेदकाः ।।
आत्मप्रत्यक्षवादिनां त्ववस्थाभेदेन ग्राह्यग्राहकांशयो दो विद्यते एवेति सर्वथा न स्वप्रकाशं विज्ञानम् ।।
165. વિજ્ઞાનાદ્વૈતવાદી – જ્ઞાન, શબ્દ અને દીપ એ ત્રણ સ્વરપ્રકાશ છે એમ કહેવામાં આવ્યું છે.
યાયિક – તે અયોગ્ય છે, કારણ કે શબ્દ અને દીપને સ્વનું ગ્રહણ કરવામાં અને અર્થનું પ્રકાશન કરવામાં અન્ય સામગ્રીની સહાયની અપેક્ષા છે. અર્થનું પ્રકાશન કરવામાં શબ્દને સમયગ્રહણની અપેક્ષા છે જ્યારે સ્વનું પ્રકાશન કરવામાં શબ્દને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષા છે દીપ પણ ચક્ષ આદિની સહાય પામીને જ તે ગૃહીત થાય છે અને અર્થને ગ્રહણ કરાવે છે. ધટાદિગ્રહણ અને દીપગ્રહણમાં ભેદ એટલે જ છે કે ધટાદિનું ગ્રહણ કરવામાં ચક્ષુ પ્રકાશ (= આલેક = દી૫ની સહાય પામીને પ્રવૃત્ત થાય છે, જ્યારે દીપનુ (= આલેકનું = પ્રકાશનું) ગ્રહણ કરવામાં ચક્ષને
જ દીપની (= પ્રકાશની) સહાયની આવશ્યકતા નથી પરંતુ એટલામાત્રથી દીપ સ્વપ્રકાશ ન બને. એ રીતે તે [અર્થાત ચક્ષ દીપની અપેક્ષા રાખ્યા વિના દીપને ગ્રહણ કરતી હોવાથી દીપ સ્વપ્રકાશ બનતે હોય તે એ રીતે તો માજરચક્ષુ દીપની અપેક્ષા રાખ્યા વિના પદાર્થોને ગ્રહણ કરતી હેવાથી માજરચક્ષુની અપેક્ષાએ બધા ધટ વગેરે પદાર્થો સ્વપ્રકાશ બની જાય, જ્ઞાનમાં પરપ્રકાશત્વ જ દેખાય છે, સ્વપ્રકાશત્વ દેખાતું નથી, કારણ કે અર્થપ્રકાશકાળે નાનનો પ્રકાશ હોતો નથી એ અમે દર્શાવી ગયા છીએ. તેથી પ્રદી૫ બોધ અને શબ્દ આ ત્રણ પ્રકારની વસ્તુઓ સ્વપરપ્રકાશ છે એમ ખોટું જ કહ્યું છે, કારણ કે સ્વ અને પરને ગ્રહણ કરવામાં તે ત્રણે જુદી જુદી સામગ્રીની સહાય લઈને જ સ્વ અને પરને ગ્રહણ કરે છે જે આમપ્રત્યક્ષવાદીઓ છે તેઓને તે આત્માની અવસ્થાઓના ભેદે ગ્રાહ્યાંશ અને ગ્રાહકને ભેદ છે જ, એટલે જ્ઞાન કોઈ પણ રીતે સ્વપ્રકાશ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org