Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 413
________________ ૩૯૬ પ્રાથને પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને પ્રતિભાસ થતો નથી એ ન્યાયમત 157, વિંઝાનાદ્વૈતવાદી – ગ્રાહ્ય અને ગ્રાહકનું અન્યત્વ નથી જ. જેને તમે ગ્રાહ્યપ્રતિભાસ તરીકે સ્વીકારે છે તે જ ગ્રાહકપ્રતિભાસ છે. ગ્રાહકથી. અન્ય ગ્રાહ્ય હોય તો તે જડ જ હોય. પરંતુ ગ્રાહક તો પ્રકાશસ્વભાવ છે કારણ એ જ કે તે ગ્રાહક છે. બેને પ્રતિભાસ તો છે નહિ એ અમે કહ્યું છે. તેથી બેમાંથી એકને પ્રતિભાસ માનવો પડતે હોય તે જડ અને પ્રકાશ બેમાંથી કોનું પ્રતિભાસિત થવું યોગ્ય છે એની વિચારણા કરવો જોઈએ અને તે વિચારણામાં ન છૂટકે પ્રકાશ જ પ્રકાશે છે, જડ પ્રકાશતું નથી એમ સ્વીકારવું પડે. અને નિરાકાર પ્રકાશ તો પ્રકાશતો નથી એટલે જ્યારે સાકાર પ્રકાશ પ્રકાશતો હોય ત્યારે તેનાથી જુદે જડ અર્થ કયાંથી હોય ? 158. तदिदमपेशलम् , उपायेनोपेयनिह्नवस्याशक्यकरणीयत्वात् । रूपस्य हि प्रकाशकं चक्षुः । न चक्षुरेव प्रकाशतामित्युक्त्वा रूपमपह्नोतुं शक्यते । तदिदमर्थस्य मूर्तिद्रवत्वकाठिन्यादिधर्मविशेषितात्मनस्तद्विपरीतस्वच्छस्वभावं ज्ञानं प्रकाशकं, न तदेव चक्षुर्वत् तदाऽवभासितुमर्हति च । 15૪. તૈયાયિક – આ પણ યોગ્ય નથી કારણ કે ઉપાય વડે ઉપયનો પ્રતિષેધ કરે અશક્ય છે. રૂનું પ્રકાશક ચક્ષુ છે. ચક્ષુ જ પ્રકાશે એમ કહી રૂપને પ્રતિષેધ કરવો શ કયું નથી. મૂર્તિ, દ્રવત્વ, કાઠિન્ય આદિ ધર્મોથી વિશેષિત સ્વભાવવાળા અર્થનું પ્રકાશક તેનાથી વિપરીત સ્વરછ સ્વભાવવાળું જ્ઞાન છે. જેમ ત્યારે રૂપનો પ્રતિભાસ થાય છે ત્યારે ચક્ષને પ્રતિભાસ થતું નથી તેમ જ્યારે નીલ આદિ ગ્રાઘને પ્રતિભાસ થાય છે ત્યારે નીલજ્ઞાન આદિને પ્રતિભાસ થવો ગ્ય નથી. 159. ननु न चक्षुर्वत् उपायत्वं ज्ञानस्य । चक्षुर्जन्यो हि प्रकाशो नाम ज्ञानमुच्यते । न चागृहीतः प्रकाशः प्रकाश्यं प्रकाशयतीति । 159. વિજ્ઞાનાદ્વૈતવાદી – ચક્ષ જેવું ઉપાય પણું જ્ઞાનમાં નથી કારણ કે ચક્ષુથી જન્ય પ્રકાશને જ્ઞાન કહેવાય છે. અને અગૃહીત પ્રકાશ પ્રકાશ્યને પ્રકાશિત કરતું નથી. 160. સત્યમ્, ચક્ષુનન્ય પ્રવાશો જ્ઞાનનિધ્યતે સ તુ પ્રકાશો પારવિવાप्रकाशः, न प्रकाशप्रकाशः । न हि चक्षुषा प्रकाशः प्रकाश्यते, अपि तु रूपं प्रकाश्यते । तत्र यद्पमित्युच्यते स विषयो ग्राह्यः, यत्तत्प्रकाशते इत्युच्यते स प्रकाशो ज्ञानं ग्राहकम् । तदुत्पत्तिमात्रण च रूपं प्रकाशितं भवतीति न प्रकाशो ग्रहणमपेक्षते । 160. નૈયાયિક – સાચું, ચક્ષુજન્ય પ્રકાશને જ્ઞાન ગણવામાં આવ્યું છે. પરંતુ તે પ્રકાશ રૂપાદિ વિષયનો પ્રકાશ છે, પ્રકાશન (= જ્ઞાનને) પ્રકાશ નથી. ચક્ષુ વડે પ્રકાશ (= જ્ઞાન) પ્રકાશિત થતો નથી, પરંતુ રૂપે પ્રકાશિત થાય છે ત્યાં જેને રૂપ કહેવામાં આવે છે તે ગ્રાહ્ય વિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442