Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 407
________________ જ્ઞાનગત આકારથી પ્રતિકર્મવ્યવસ્થા ઘટી શકે છે ઉત્પન્ન થતું હોવા છતાં નીલેતર સધળા પદાર્થોના પરિવાર દ્વારા કેવળ નીલને જ કેમ ગ્રહે છે ?, કારણ કે વિજ્ઞાનની બોધસ્વભાવતા તે બધા પદાર્થો પ્રતિ એકસરખી છે. બુદ્ધિમાનોની પ્રવૃત્તિ પણ તે એકપદાર્થવિષય જ કેમ થાય ? નીલથી જન્ય તે જ્ઞાન હોવાથી તે જ્ઞાન નીલને જ જાણે છે એમ કહેવું એગ્ય નથી કારણ કે જ્ઞાન તે આલેક, નેત્ર વગેરે અન્ય કારકોથી ઉત્પન્ન થયું હોઈ તે બધાં, જ્ઞાનને વિષય બનવાની આપત્તિ આવે. જ્ઞાનનો વિષય નીલ જ છે એ વ્યવસ્થાનું કારણ જ્ઞાનગત નીલાકારતા જ છે, બીજ કે એ વ્યવસ્થાનું કારણ નથી. અને કહ્યું પણ છે કે ત્યાં અનુભવમાત્ર રૂપે એકસરખું સ્વરૂપ ધરાવતાં જ્ઞાનોમાં તે રૂપ પણ હોવું જોઈએ જેના લીધે જ્ઞાન પ્રતિવિષય ભિન્ન ભિન્ન બને.' [પ્રમાણુવાર્તિક ૨.૩૦૨] તેથી જ આકારગ્રહણરૂપ જ અતિશયને આધારે તમ... અથનું સમર્થન થતાં સાધકતમ જ્ઞાન જ પ્રમાણુ બનશે. બીજી રીતે કારમાં અતિશયનું દર્શન થતું ન હોવાથી તે તે કારમાં સાધકતમત્વ ધટાવવું મુશ્કેલ છે. સાકાર જ્ઞાનના સાક્ષીરુપ લોકિક વ્યવહાર પણ દેખાય છે. લૌકિક વક્તાઓ એમ કહે છે – આ અર્થ નીલ છે કારણ કે અહી: નીલાકાર જ્ઞાન ઉપન્ન થયું છે. આમ પ્રતિક વ્યવસ્થા અન્યથા ધટતી ન હોવાથી અવશ્યપણે જ્ઞાન સાકાર જ છે. બાહ્ય અર્થે હોય તે પણ જ્ઞાનના આકારની કલ્પના કરવી જ પડે છે, માટે જ્ઞાનના આકારમાં જ સંતોષ પામી રહેવું વધુ સારું. 144. ये तु ब्रवन्ते ज्ञानस्य स्वतः स्वच्छस्वभावत्वेन नीलपीताद्यवभासः परोपाधिरेव भवितुमर्हति स्फटिकस्येव लाक्षादिनाऽरुणिमाद्यनुवेधः, अतः पृथगननुभूयमानोऽपि बाह्योऽर्थः साकारज्ञानावभासाऽन्यथाऽनुपपत्याऽनुमीयते । यथोक्तं'बाह्यसिद्धिः स्याद् व्यतिरेकतः' इति । तदिदमनुपपन्नम् , अन्वयानुपलब्धेः ।। अर्थे हि सति साकारं निराकारं तदत्यये । नित्यानुमेयबाह्यार्थवादी ज्ञानं क दृष्टवान् ॥ लाक्षास्फटिकादौ तु तथा युक्तं, तदनुरक्तस्फटिकावलोकनात् । इह पुन: अर्थेन रज्यमानं हि निराकारं निसर्गतः ।। ज्ञानं न खलु पश्यामो लाक्षया स्फटिकं यथा ॥ 144. “જ્ઞાન સ્વત સ્વચ્છ સ્વભાવવાળું હોવાથી, જ્ઞાનમાં નીલ, પતિ, વગેરેને પ્રતિભાસ જ્ઞાનથી અન્ય એવી ઉપાધિને કારણે જ થવો ઘટે છે, જેમ લાક્ષા આદિ ઉપાધિને કારણે જ ફિટિકને અરુણિમ ને સંપર્ક થાય છે તેમ તેથી, જ્ઞાનથી જુદો બાહ્ય અર્થ સાક્ષાત ન અનુભવાત હેવા છતાં સાકાર જ્ઞાનને પ્રતિભાસ અન્યથા ઘટતો ન હોઈ બાહ્ય અર્થનું અનુમાન કરવામાં આવે છે. બાહ્ય અર્થ ન હતાં તેના આકારવાળા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી એ વ્યતિરેકથી બાઘાર્થની સિદ્ધિ થાય છે.' – આમ જેઓ (=સૌત્રાન્તિકો) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442