________________
જ્ઞાનગત આકારથી પ્રતિકર્મવ્યવસ્થા ઘટી શકે છે
ઉત્પન્ન થતું હોવા છતાં નીલેતર સધળા પદાર્થોના પરિવાર દ્વારા કેવળ નીલને જ કેમ ગ્રહે છે ?, કારણ કે વિજ્ઞાનની બોધસ્વભાવતા તે બધા પદાર્થો પ્રતિ એકસરખી છે. બુદ્ધિમાનોની પ્રવૃત્તિ પણ તે એકપદાર્થવિષય જ કેમ થાય ? નીલથી જન્ય તે જ્ઞાન હોવાથી તે જ્ઞાન નીલને જ જાણે છે એમ કહેવું એગ્ય નથી કારણ કે જ્ઞાન તે આલેક, નેત્ર વગેરે અન્ય કારકોથી ઉત્પન્ન થયું હોઈ તે બધાં, જ્ઞાનને વિષય બનવાની આપત્તિ આવે. જ્ઞાનનો વિષય નીલ જ છે એ વ્યવસ્થાનું કારણ જ્ઞાનગત નીલાકારતા જ છે, બીજ કે એ વ્યવસ્થાનું કારણ નથી. અને કહ્યું પણ છે કે ત્યાં અનુભવમાત્ર રૂપે એકસરખું સ્વરૂપ ધરાવતાં જ્ઞાનોમાં તે રૂપ પણ હોવું જોઈએ જેના લીધે જ્ઞાન પ્રતિવિષય ભિન્ન ભિન્ન બને.' [પ્રમાણુવાર્તિક ૨.૩૦૨] તેથી જ આકારગ્રહણરૂપ જ અતિશયને આધારે તમ... અથનું સમર્થન થતાં સાધકતમ જ્ઞાન જ પ્રમાણુ બનશે. બીજી રીતે કારમાં અતિશયનું દર્શન થતું ન હોવાથી તે તે કારમાં સાધકતમત્વ ધટાવવું મુશ્કેલ છે. સાકાર જ્ઞાનના સાક્ષીરુપ લોકિક વ્યવહાર પણ દેખાય છે. લૌકિક વક્તાઓ એમ કહે છે – આ અર્થ નીલ છે કારણ કે અહી: નીલાકાર જ્ઞાન ઉપન્ન થયું છે. આમ પ્રતિક વ્યવસ્થા અન્યથા ધટતી ન હોવાથી અવશ્યપણે જ્ઞાન સાકાર જ છે. બાહ્ય અર્થે હોય તે પણ જ્ઞાનના આકારની કલ્પના કરવી જ પડે છે, માટે જ્ઞાનના આકારમાં જ સંતોષ પામી રહેવું વધુ સારું.
144. ये तु ब्रवन्ते ज्ञानस्य स्वतः स्वच्छस्वभावत्वेन नीलपीताद्यवभासः परोपाधिरेव भवितुमर्हति स्फटिकस्येव लाक्षादिनाऽरुणिमाद्यनुवेधः, अतः पृथगननुभूयमानोऽपि बाह्योऽर्थः साकारज्ञानावभासाऽन्यथाऽनुपपत्याऽनुमीयते । यथोक्तं'बाह्यसिद्धिः स्याद् व्यतिरेकतः' इति । तदिदमनुपपन्नम् , अन्वयानुपलब्धेः ।।
अर्थे हि सति साकारं निराकारं तदत्यये ।
नित्यानुमेयबाह्यार्थवादी ज्ञानं क दृष्टवान् ॥ लाक्षास्फटिकादौ तु तथा युक्तं, तदनुरक्तस्फटिकावलोकनात् । इह पुन:
अर्थेन रज्यमानं हि निराकारं निसर्गतः ।। ज्ञानं न खलु पश्यामो लाक्षया स्फटिकं यथा ॥
144. “જ્ઞાન સ્વત સ્વચ્છ સ્વભાવવાળું હોવાથી, જ્ઞાનમાં નીલ, પતિ, વગેરેને પ્રતિભાસ જ્ઞાનથી અન્ય એવી ઉપાધિને કારણે જ થવો ઘટે છે, જેમ લાક્ષા આદિ ઉપાધિને કારણે જ ફિટિકને અરુણિમ ને સંપર્ક થાય છે તેમ તેથી, જ્ઞાનથી જુદો બાહ્ય અર્થ સાક્ષાત ન અનુભવાત હેવા છતાં સાકાર જ્ઞાનને પ્રતિભાસ અન્યથા ઘટતો ન હોઈ બાહ્ય અર્થનું અનુમાન કરવામાં આવે છે. બાહ્ય અર્થ ન હતાં તેના આકારવાળા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી એ વ્યતિરેકથી બાઘાર્થની સિદ્ધિ થાય છે.' – આમ જેઓ (=સૌત્રાન્તિકો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org