________________
૬૪ અવિદ્યા અનાદિ હોય તે તેને ઉછેદ કેવી રીતે થાય ? जीवात्मसु च सत्स्वविद्येति । भवत्वितरेतराश्रयत्वम् । अविद्याप्रपञ्च एवायमशेषः । कस्यैष दोषः ? अथ वाऽनादित्वमस्य परिहारो बीजाङ्कुरवत् भविष्यति । भवद्भिरपि चायमनादिरेव संसारोऽभ्युपगतः । अविद्ययैव च संसार इत्युच्यते ।
80 તૈયાયિક – આમ હતાં જીવાત્મા અને બ્રહ્મને આ વિભાગ (=ભેદ) અવિદ્યા. પરિકલ્પિત છે. અને તે અવિદ્યા જીવાત્માઓને છે એમ કહેવાય છે. તેથી ઇતરેતરાશ્રય આવી પડે છે –– અવિદ્યા વડે ક૯૫ના થતાં જીવાત્માએ અસ્તિત્વમાં આવે છે (અર્થાત અવિદ્યાકદ્વિપત જીવાત્માઓ છે) અને જીવાત્માઓ હતાં અવિદ્યા છે.
અતિવેદાન્તી – ભલે, ઇતરેતરાશ્રય હો આ બધા અવિદ્યાનો જ પ્રપંચ છે. એમાં દેષ કોને ? અથવા, આ દેવને પરિવાર બીજ-અંકુરની જેમ અવિદ્યા-જીવાત્માના અનાદિત્વથી થશે. આપ તૈયાયિકોએ પણ આ સંસારને અનાદિ જ સ્વીકાર્યો છે અને અવિદ્યાને કારણે જ સંસાર છે એમ આપે કહ્યું છે.
81. नन्वनादेरविद्यायाः कथमुच्छेदः ? किमनादेरुच्छेदो न भवति भूमे रूपस्य ? भवद्भिर्वा कथमनादिः संसार उच्छेद्यते ?
81. યાયિક – જે અવિદ્યા અનાદિ હોય તો તેને ઉછેદ કેવી રીતે થાય ?
અદ્વૈત વેદાન્તી --- શું ભૂમિના અનાદિ રૂપને (=રંગનો) ઉચછેદ નથી થતો ? અથવા આપ નૈયાયિકો અનાદિ સંસારને ઉચ્છેદ કેવી રીતે કરે છે ?
82. ननूपाये सत्यनादिरप्युच्छेद्यते । अद्वैतवादिनां तु कस्तदुच्छेदोपायः ? अविद्यैवेति बमः । श्रवणमनननिदिध्यासनादिरप्यवियैव । सा त्वम्यस्यमाना. सती अविद्यान्तरमुत्सादयति स्वयमप्युत्सीदति, यथा पयः पयो जरयति स्वयं च जीर्यति, विषं विषान्तरं शमयति स्वयं च शाम्यति, यथा वा द्रव्यान्तररजः क्षिप्तं रज:कलषितेऽम्भसि तच्चात्मानं च संहृत्य स्वच्छमम्बु करोति । तदेवमियमविद्यैवाविद्यान्तरमुच्छिन्दन्ती अविद्योच्छेदोपायतां प्रतिपद्यते ।
- 82. Rયાયિક – ઉપાય હોય તો અનાદિને પણ ઉછેદ થાય છે. અતિવેદાન્તીઓના મતમાં અવિદ્યાના ઉછેદને ઉપાય શું છે ?
અદ્વૈત વેદાન્તી – અવિદ્યા જ ઉપાય છે એમ અમે કહીએ છીએ. શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે પણ અવિઘા જ છે. તે શ્રવણદિરૂપ અવિદ્યાને અભ્યાસ કરતાં તે શ્રવણાદિરૂપ અવિદ્યા અવિદ્વાન્તરનો નાશ કરે છે અને તે પણ નાશ પામે છે. દૂધ દૂધને પચાવે છે અને સ્વયં પચે છે. વિષ વિષાન્તરનું શમન કરે છે અને પોતે પણ શમે છે. અથવા દ્રવ્યાન્તરની રજ રજકલુષિત પાણીમાં નાંખતાં પેલી રજને અને પિતાને એકઠી કરીને પાણીને સ્વચ્છ કરે છે. એ જ રીતે આ અવિદ્યા જ અવિદ્યાન્તરને ઉછેદ કરતી અવિદ્યાના ઉચ્છેદને ઉપાય બને છે.
83. ननु स्वरूपेणासत्यवेयमविद्या कथं सत्यकार्य कुर्यात् ? उच्यते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org