________________
१७८ નિત્ય આત્મા નથી, કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધ મત
अन्येऽपि सर्वे संस्कारा अक्षणिका इति गृह्यताम् ।। क्षणिकं चेष्यते कार्य न क्वचित् किञ्चिदाश्रितम् । स्वतन्त्रां ज्ञानमेवातो नान्यस्तेनाऽनुमीयते ॥ ज्ञानस्यैव प्रभेदोऽयमिच्छाद्वेषसुखादिकः । न वस्त्वन्तरमित्येवं न ततोऽप्यन्यकल्पनम् ।। गुणत्वमपि नास्त्यस्य यतोऽधिष्ठानकल्पना । न गुणव्यतिरिक्तश्च गुणी नामास्ति कश्चन । निराश्रयेषु विज्ञानस्कन्धेषु क्षणभङ्गिषु ।
कथं स्मृत्यादिकार्य वा परलोकोऽपि वा कथम् ॥
सत्यपि वा परलोके कथमकृताभ्यागमकृतविप्रणाशौ पराक्रियेते ? येन हि ज्ञानेन चैत्यवन्दनादि कर्म कृतं, तस्य विनाशान्न तत्फलोपभोगः यस्य च फलोपभोगः तेन न तत्कर्म कृतमिति ।
57. હવે બૌદ્ધો કહે છે— અમારે આત્માની કલ્પના કરવાથી શું ? કેવળ જ્ઞાનના આધારે પૂર્વોકત વ્યવહાર સિદ્ધ થાય છે.
યાયિક શું બોદ્ધો જ્ઞાનને આત્માની જેમ નિત્ય સ્વીકારે છે કે જે પહેલાં દર્શાવેલ અનુસંધાન સ્મરણ આદિ ક્રિયા કરવા સાથે હેય ? બૌદ્ધગૃહે જ્ઞાન નિત્ય કયાંથી હશે ? [ જે તમે બૌદ્ધો જ્ઞાનને નિત્ય સ્વીકારે તે ] બીજા બધા સંસ્કાર પણ નિત્ય છે એમ તમે સ્વીકાર. [ પરંતુ તમે તો બધા સંસ્કારોને ( કાર્યોને) ક્ષણિક ગણે છે.] પ્રત્યેક કાર્યને તમે ક્ષણિક ઈરછા છે, પરિણામે તે કયાંય આશ્રિત નથી. તેથી જ્ઞાન સ્વતંત્ર જ છે અર્થાત કયાંય આશ્રિત નથી એટલે તેના વડે અન્યનું (અર્થાત તેને આશ્રય આત્માનું) અનુમાન થતું નથી. વળી બૌદ્ધમતે આ ઇચ્છા, દ્વેષ, સુખ, વગેરે જ્ઞાનના જ ભેદ છે, જ્ઞાનથી જુદી વસ્તુ નથી, એટલે આમ ઈચ્છાદિ વડે અન્યની (=આત્માની) કલ્પના કરવામાં આવી નથી. [ આશ્રયરહિત ગુણ હેવો અસંભવ છે, એટલે ] જ્ઞાનમાં ગુણપણું પણ નથી જેથી તેના આશ્રયની કલ્પના કરવી પડે. ગુણથી અતિરિકત ગુણી નામને કઈ છે નહિ. [આની સામે અમે મૈયાયિક બૌદ્ધોને પૂછીએ છીએ કે ] ક્ષણિક, નિરાશ્રય વિજ્ઞાન સ્કંધે હોય તો સ્મૃતિ વગેરે કાર્ય કે પરલેક પણ કેવી રીતે ઘટે ? અને પરલેક હોય તો પણ અકૃતાભ્યાગમ અને કૃતપ્રભુશ એ બે દેનું નિરાકરણ કેવી રીતે થાય છે જે જ્ઞાને ચૈત્યવંદન આદિ કર્મ કર્યું તે જ્ઞાનને નાશ થઈ જવાથી તે જ્ઞાન તે કર્મના ફળનો ઉપભેગ કરી શકશે નહિ. અને જે જ્ઞાન તે કર્મના ફળને ઉપભોગ કરે છે તે જ્ઞાને તે કામ કર્યું નથી.
___58. नैष दोषः, कार्यकारणभावस्य नियामकत्वात् । अनादिप्रबन्धप्रवृत्तो हि ज्ञानानां हेतुफलभावप्रवाहः । एष एव च सन्तान इत्युच्यते । तत्कृतश्चायमनुसन्धानादिकार्यनियमः । सन्तानानादित्वादविच्छेदाच्च परलोकोऽपि न क्लिष्टकल्पनः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org