________________
૨૨
આત્મા વિશે ચાર્વાક મત છે જે પોતે કરેલાં સુકૃતોનાં ફળ ભોગવવા વગેરેમાં નિપુણ છે. આત્મા નથી, [કર્મ કર્યા વિના જ] ફળને કેવળ ભોગ છે એમ બૌદ્ધો કહે છે અને વર્ગ ને માટે ચૈત્યનું પૂજન કરે છે. સંસ્કારો ક્ષણિક છે એમ કહે છે અને યુગો સુધી સ્થિતિ કરનારા આ વિહારો તેઓએ આપ્યા છે. આ બધું શન્ય છે એમ કહે છે અને આદેશ આપે છે કે ગુરુને ધન આપે. બોદ્ધોનું આવું ચરિત બીજું તો શું પણ દંભની એટલી તો ઉત્કટ ભૂમિ છે " (કે ન પૂછો વાત!
_146. अत्र सुशिक्षिताश्चार्वाका आहुः यावच्छरीरमवस्थितमेकं प्रमातृतत्त्वमनुसन्धानादिव्यवहारसमर्थमस्तु नाम कस्तत्र कलहायते ? शरीराद् ऊर्ध्व तु तदस्तीति किमत्र प्रमाणम् ? न च पूर्वशरीरमपहाय शरीरान्तरं संक्रामति प्रमाता । यदि ह्येवं भवेत् , तदिह शरीरे शैशवदशानुभूतपदार्थस्मरणवदतीतजन्मानुभूतपदार्थस्मरणमपि तस्य भवेत् । न हि तस्य नित्यत्वाविशेषे च शरीरभेदाविशेषे च स्मरणविशेषे कारणविशेषमुत्पश्यामो यदिह जन्मन्येवानुभूतं स्मरति नान्यजन्मानुभूतमिति । तस्मादूर्व देहान्नास्त्येव प्रमातेति नित्यात्मवादमूलपरलोककथाकोरुकुचीमपास्य यथासुखमाસ્થતામ્ | યથા આદું
यावज्जीवं मुखं जीवेन्नास्ति मृत्योरगोचरः ।
भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ इति 146. અહીં સુશિક્ષિત ચાર્વાક કહે છે–જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી ટકનારું, અનસંધાન આદિ વ્યવહારને માટે સમર્થ એવું એક પ્રમાતા નામનું તત્વ ભલે હો, કેણ તેમાં વિવાદ કરે છે? (કે નહિ.) પરંતુ શરીર પડ્યા પછી તે પ્રમાતૃત અસ્તિત્વ ધરાવે છે એમાં શું પ્રમાણ છે? પૂર્વશરીરને ત્યજી અન્ય શરીરમાં તે પ્રમાતા સંક્રમણ કરતો નથી. જે પૂર્વશરીરને ત્યજી અન્ય શરીરમાં સંક્રમણ કરતો હેત તો અહીં આ શરીરમાં બાળપણમાં અનુભવેલા પદાર્થનું જેમ તેને સ્મરણ થાય છે તેમ અતીત જન્મમાં અનુભવેલા પદાર્થનું તેને
સ્મરણ થાય. પ્રમાતા અને સ્થાને સભાનપણે નિત્ય હાય, શરીર પણ બને સ્થાને સમાનપણે ભિન્ન હોય છતાં અહીં આ જન્મમાં પૂર્વાનુભૂતનું સ્મરણ થતું હોય અને નૂતન જન્મમાં અન્ય શરીરમાં રહેલા પ્રમાતાને પૂર્વ જન્મમાં પૂર્વ શરીરમાં અનુભૂતનું સ્મરણ ન થતું હોય તે તેને માટેનું કોઈ વિશેષ કારણ હોવું ઘટે, પણ એવું કોઈ કારણું તો આપણને દેખાતું નથી કે જેથી અહીં આ જન્મમાં અનુભવેલું પ્રમાતા સ્મરે પરંતુ અન્ય જન્મમાં અનુભ વેલાને તે ન મરે. તેથી શરીર નાશ પામ્યા પછી પ્રમાતાનું અસ્તિત્વ છે જ નહિ. એટલે નિત્ય આત્મા છે એ વાદ જેના મૂળમાં છે એવી પરલેકની વાત કરવાનો દંભ છોડી યથાસુખ રહે અને કહેવામાં પણ આવ્યું છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખે છે, કારણ કે જેને નાશ થતો ન હોય એવી કોઈ વસ્તુ (=આત્મા) નથી, અને બળીને ભસ્મ થઈ ગયેલા દેહનું તે પુનઃ સંસારમાં આગમન કયાંથી હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org