________________
૨૪
આત્માના નવ વિશેષ ગુણોને આત્યન્તિક નાશ મેક્ષ છે 4. यावदात्मगुणाः सर्वे नोच्छिन्ना वासनादयः ।
तावदात्यन्तिकी दुःखव्यावृत्ति वकल्पते ॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सखदुःखयोः । मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥ तदुच्छेदे तु तत्कार्यशरीरादेरुपप्लवात् । नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त उच्यते ॥ इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ।। प्राणस्य क्षुत्पिपासे द्वे लोभमोहौ च चेतसः ।।
शीतातपौ शरीरस्य षङ्कर्मिरहितः शिवः ।। तदेवं नवानामात्मविशेषगुणानां निर्मलोच्छेदोऽपवर्ग इति यदुच्यते, तदेवेदमुक्तं भवति तदत्यन्तविमोक्षोऽपवर्ग:' इति ।
4. જ્યાં સુધી સંસ્કાર આદિ આત્માના બધા ગુણે નાશ ન પામે ત્યાં સુધી આત્યં. તિક દુઃખનિવૃત્તિ ધટતી નથી. ધર્મ-અધર્મના નિમિત્તે સુખ-દુઃખ ઉત્પન્ન થાય છે. તેથી સંસારરૂપી મહેલના આ બે જ મૂળભૂત સ્તંભ છે. તેમનો નાશ થતાં તેમના કાર્યભૂત શરીર આદિને નાશ થવાથી આત્માને સુખ-દુઃખ થતાં નથી, એટલે તે મુક્ત કહેવાય છે. ઈછા, દેષ, પ્રયત્ન આદિ ભોગાયતનને (શરીરને લીધે થાય છે. એટલે જે આત્માના ભોગાયતનને નાશ થઈ જાય છે તે આત્મા સાથે ઈરછા, ઠેષ પ્રયત્ન વગેરે સમવાયસંબંધથી જોડાતા નથી. પ્રાણુને લાગતી ભૂખ અને તરસ, મનમાં થતા લોભ અને મેહ, શરીરને અનુભવાતા ટાઢ અને તાપ એ છ ઊર્મિઓથી રહિત આત્મા શિવ છે - મુક્ત છે. તેથી આત્માના વિશેષ નવ ગળાનો નમૂલ ઉચ્છેદ અપવગ છે એમ કહેવાય છે. એટલે જ આ કહેવામાં આવ્યું છે કે “અત્યન્ત દુખવિયોગ અપવર્ગ છે.'
5. ननु तस्यामवस्थायां कीडगारमाऽवशिष्यते ? । स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैगुणैः ।। ऊर्मिषट् कातिगं रूपं तदस्याहुर्मनीषिणः ।
संसारबन्धनाधीनदुःखक्लेशायदूषितम् ॥ 5. શંકાકાર – તે મુક્ત અવસ્થામાં આત્મા કેવો બાકી રહે છે?
નૈયાયિક – અખિલ [વિશેષ ગુણથી રહિત બનેલો આત્મા પોતાના સ્વરૂપમાં જ અવસ્થાન પામે છે. છ ઊર્મિઓથી પર એવું તેનું રૂપ છે એમ મનીષીઓ કહે છે – જે ૨૫ સંસારરૂપી બંધનને અધીન દુઃખ, કલેશ વગેરેથી દૂષિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org