________________
સંચિત કર્મોનો નાશ ભોગથી જ થાય છે એ મીમાંસક મત
૩૫૧ ष्ठानक्रमो भवति, नेतरस्येति स एवेत्थमपवयेतेति । आह च
आत्मज्ञे चैतदस्तीति तज्ज्ञानमुपयुज्यते । तत्र ज्ञातात्मतत्त्वानां भोगात् पूर्व क्रियाक्षये ॥
उत्तरप्रचयासत्त्वाद्देहो नोत्पद्यते पुनः । [श्लोकवा० संबन्धा. १११, १०८] 53. વળી બીજાઓ (મીમાંસકો) કહે છે કે શાસ્ત્રમાંથી કર્મો અને ફળોને કાર્યકારણ ભાવનિયમ જાર્યો હોવાથી શમ-સંતોષ આદિ દ્વારા સુખ અને શીત-આપ આદિ દ્વારા દુ:ખને જ માત્ર ખુલાસો થાય છે પણ તેનાથી કર્મના ક્ષયને ખુલાસો થતો ન હોવાથી, અને યોગની અદ્ધિ વડે દીર્ઘ કાલની અવધિમાં ભોગવી શકાય એવાં સુખ દુખ ભોગ એક સાથે જ કરી નાખવો અશકય હેવાથી, જ્ઞાનાગ્નિ વડે કર્મોને દ હ માનતાં તે કર્મોને ઉપદેશ નાં વેદનાં વચનોના આનWયની આપત્તિ આવી પડતી હોવાથી ફળ આપ્યા વિના કમને નાશ થતો ન હોવાથી, કર્મોના અવસ્થાનના પક્ષમાં લાંબા સમય સુધી સત્તામાં રહી કેઠીમાં રહેલા બીજની જેમ કાલાન્તરે પણ ફળ આપવાની આપત્તિ આવતી હોવાથી, કમના ફળના ઉપભાગ દ્વારા જ કર્મનો ક્ષય કહે જોઈએ; અને મોક્ષના અભાવ કે અસભ. વની શંકા ન કરવી જોઈએ કારણ કે લાંબા સમયે પણ મોક્ષની સિદ્ધિ સંભવે છે અને મુમુક્ષુએ નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો અવશ્ય કરવાં જોઈએ, ન કરે તે વિદન આવે, એટલે આ કર્મો કરવાથી એને બંધ ક્યાંથી થાય ? કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો કમથી સ્વર્ગ અને નરક આપે છે અર્થાત તે તદ્દન સ્પષ્ટપણે બંધનું કારણ છે, એટલે મુમુક્ષ તેમને પરિત્યાગ કરે; આમ ત્યાર પછી કમને સંચય તેને તે નથી. તેથી કહ્યું છે કે, “મુમક્ષએ વિદનેને દૂર કરવાની ઈચ્છાથી નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાં જોઈએ, અને કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો ન કરવાં જોઇએ' [કાતિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૦]. પૂર્વે સંચિત કરેલાં કર્મોને ક્ષય ભેગથી જ થાય છે આત્મજ્ઞ મુમક્ષની બાબતમાં જ અનુષ્ઠાનને આ ક્રમ હોય છે, બીજાની બાબતમાં હોતા નથી, એટલે તે જ આ પ્રમ ણે મુક્તિ પામે; અને કહ્યું પણ છે કે “આત્મજ્ઞની બાબતમાં આ ( =પૂર્વે સંચિત કર્મોને ક્ષય) છે, એટલે એમાં આત્મજ્ઞાન ઉપયોગી છે. ત્યાં આત્મતત્વના જ્ઞાતાઓનાં પૂર્વકર્મો (ન્સચિત કર્મો) ભોગથી નાશ પામવાથી અને હવે પછી તેમનાં નવાં કર્મોને સંચય ન થતો હોવાથી ફરીથી હની ઉત્પત્તિ થતી નથી” [શ્લોકવાર્તિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૧, ૧૦ ૮૩.
54. ननु नित्यकर्मानुष्ठानपक्षे नास्त्येव मोक्षः। यान्येव हि नित्यानि दर्शपौर्णमासादिकर्माणि 'यावज्जीवं दर्शपौर्णमासाभ्यां यजेत' इत्यादिचोदनोपदिष्टानि तान्येव फलवन्ति श्रयन्ते इति काम्यान्यपि भवितुमर्हन्ति, 'दर्शपौर्णमासाभ्यां स्वर्गकामो यजेत', 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति ।
54 શંકાકાર – મુમુક્ષુએ નિત્ય કર્મો કરવાં જોઈએ એ પક્ષમાં મેક્ષ સંભવતો નથી જ. “જ્યાં સુધી જીવે ત્યાં સુધી દશ અને પૂર્ણ માસ યજ્ઞો કરે' ઇત્યાદિ વેદના વિધિવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org