________________
પક
તત્ત્વજ્ઞાન મેક્ષનું સાક્ષાત્ કારણ છે અને કમ પરંપરાથી કારણ છે
कर्मसाध्येऽपवर्गे स्वर्गवदपायित्वप्रसङ्गात्, कृतकस्य सर्वस्यानित्यत्वात् । तस्मात् तत्वज्ञानमेव मोक्षोपाय इत्युक्तम् ।
63. મીમાંસક – નિત્ય કર્મનું અનુષ્ઠાન ન કરે તે વિન આવે, એટલે તે દ્વારા =વિક્તવારણ દ્વારા) નિત્ય કર્મ બંધના પરિહારને ઉપાય હોઈ મોક્ષનું અંગ બને.
નિયાયિક – ના, કારણ કે સંન્યાસવિધાનને પ્રત્યક્ષ ઉપદેશ છે એમ અમે કહ્યું છે જ. જેમના કષા પરિપકવ થયા નથી તેમના કષાયે ધીમે ધીમે પરિપાક પામે તેમાં કમનુષ્ઠાન ઉપાયભૂત હોઈ, પરંપરાથી કર્મ અપવગનું કારણ છે એ અમે ચોક્કસ સ્વીકારીએ છીએ; જેમકે મનુએ કહ્યું છે કે 'મહાયજ્ઞોથી અને યજ્ઞોથી આ શરીરને બ્રહ્મપ્રાપ્તિયોગ્ય કરવામાં આવે છે. [મનુસ્મૃતિ ૨.૩૮]. અધ્યાત્મવિદા કર્મકાંડને જ્ઞાનકાંડને ઉપાય જ માને છે. જે મોક્ષનું સાક્ષાત કારણ કમ માનીએ તે સ્વર્ગની જેમ મોક્ષનાં નાશની આપત્તિ આવે, કારણ કે કૃતક બધું અનિત્ય હોય છે. તેથી તત્ત્વજ્ઞાન જ મેક્ષને ઉપાય છે એમ કહ્યું છે.
64. यदपि यमनियमादिसाध्यज्ञानाङ्गभूतं कर्मजातं, तदपि तदङ्गतां गच्छन्न वार्यते । तत्कार्यत्वेऽपि यावद्गुणप्रध्वंसाभावस्वभावत्वाद् मोक्षस्य न क्षयित्वं स्वर्गवत्, अन्यस्तु न मोक्ष इत्युक्तम् ।
तत्पूर्वोक्तप्रक्रमेणापवर्ग
प्राप्तेस्तत्त्वज्ञानमेवाभ्युपायः । कर्म त्वङ्गं तत्र शौचादि किश्चित्
किञ्चित्तत्स्यादात्मसंस्कारपूर्वम् ॥ 64. યમ, નિયમ, વગેરેથી સાધ્ય તત્ત્વજ્ઞાનના અંગભૂત જે સઘળાં કર્મે છે તેમને પણ મોક્ષના અંગ બનતાં કેણ રોકી શકે ? મોક્ષ [પરંપરાથી] કર્મનું કાર્ય હોવા છતાં આત્માના જેટલા વિશેષ ગુણે છે તે બધાના પ્રવ્રુસાભાવરૂપ મોક્ષ હોઈ મોક્ષ સ્વર્ગની જમ ક્ષય પામતો નથી, અને બીજે કઈ મોક્ષ નથી, એમ અમે કહ્યું છે. તેથી પહેલાં જણાવી ગયા એ ક્રમે અપવર્ગ પ્રાપ્ત થતું હોવાથી તત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે, શોચ આદિ કર્મ તે મોક્ષનું ગૌણ (અર્થાત પરંપરાથી) કારણ છે – જે આત્માને કંઈક કંઈક સંસ્કાર કરીને આત્મામાં મોક્ષપ્રાપ્તિ માટેની કંઈક કંઈક યોગ્યતા જન્માવીને) મોક્ષનું કારણ બને છે.
65. ગાદ–તરવજ્ઞાનમાની ચિયતાI વૈષā તપવા #પ | कुतो वा तस्य निःश्रेयससाधनत्वमवगतमिति । नन्वात्मज्ञानमपवर्गहेतुरिति बहुशः कथितमेवैतदिति कोऽयं प्रश्नः ?
65. શંકાકાર – હવે તત્ત્વજ્ઞાનનો વિચાર કરો. કયા વિષયનું તત્વજ્ઞાન મેક્ષપ્રાપ્ત કરાવવા સમર્થ છે ? તે મોક્ષનું સાધન છે એ શેમાંથી જાણ્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org