________________
૨૬ર
અદ્ધિને ભૌતિક માનતાં વિષયસાંકયાઁષ નથી આવતું
કહેવું જોઈએ. તેથી અમુક ઈન્દ્રિય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એનું નિયામક છે અમુક ઇન્દ્રિયનું ઉપાદાનકારણ અમુક જ ભૂત છે એ, એટલે ઈન્દ્રિયે ભૌતિક છે.
34. यद्येवं तैजसेन चक्षुषा कथं पार्थिवस्य रूपस्य ग्रहण पथिव्या एव वा, आप्येन च रसनेन पार्थिवस्य रसस्य, वायवीयेन स्पर्शनेन्द्रियेण च पृथिव्यादिस्पर्शस्य, तदिदं प्रकृतिनियमेऽपि कथं विषयसाङ्कर्यमिति ? नैष दोषः, रूपादिविषयविषयोऽपि ह्येषां नियमो न तदाश्रयविषयः । तैजसं हि प्रदीपादिद्रव्यं रूपमेव प्रकाशयद् दृश्यते, न तेजोवृत्त्येव रूपम् । आप्यमपि द्रव्यं रसमेव व्यनक्ति, न तु सलिलस्थमेवेति । घ्राणे तु न कश्चिद्दोषः, तद्ग्राह्यस्य गन्धस्य पृथिव्येकवृत्तित्वादिति । द्रव्यस्यापि दर्शनस्पर्शनग्राह्यत्वमविरुद्धमित्थं भौतिकत्वेऽपीति ।
34. શંકાકાર –– જે એમ હોય તે તૈજસ ચક્ષુરિન્દ્રિય પાર્થિવ રૂપનું કે પુથ્વીના જ રૂપનું ગ્રહણ કેમ કરે છે ? જલીય રસનેન્દ્રિય પાર્થિવ રસનું ગ્રહણ કેમ કરે છે ? વાયવીય સ્પર્શનેનિદ્રય પૃથ્વી વગેરેના સ્પર્શનું ગ્રહણ કેમ કરે છે ? આમ અમુક ઇન્દ્રિય અમુક જ ઉપાદાનકારણથી ઉત્પન્ન થઈ હોવા છતાં વિષયસાંયે કેમ ?
યાયિક . - આ દોષ (વિષયસાંકરૂપ દોષ) આવતો નથી. અમક ઉપાદાનકરણથી ઉત્પન્ન થયેલી ઈદ્રિય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એ નિયમ રૂ૫ આદિ વિષયવિષયક છે અને નહિ કે રૂપ આદિ વિષયના આશ્રયવિષયક, કારણ કે તજસૂ પ્રદીપ આદિ દ્રવ્ય રૂપને જ પ્રકાશિત કરતુ દેખાય છે અને નહિ કે તેજદ્રવ્યમાં જ રહેલા રૂપને, જલીય દ્રવ્ય - રસને જ પ્રકાશિત (અભિવ્યકત) કરે છે અને નહિ કે જળમાં જ રહેલા રસને, ધ્રણની બાબતમાં તો કોઈ દોષ નથી કારણ કે ધ્રાણેન્દ્રિયને ગ્રાહ્ય વિષય ગંધ કેવળ પૃથ્વીમાં જ સમવાય સંબંધથી રહે છે. આમ ઈદ્રિ ભૌતિક હોવા છતાં પણ દ્રવ્ય ચક્ષુરિદ્રિય અને સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે એ બાબતમાં કોઈ વિરોધ કે બાધા આવતી નથી. તે
___35. यदुक्तं महदणुग्रहणाच्चाभौतिकानीन्द्रियाणीति, परिहृतं तत् , गोलकाद्यधिष्ठानातिरिक्तस्येन्द्रियस्य दर्शितत्वात् । तच्च विततत्वात् विततग्राहि भवत्येव । विततेनापि च तेजसाऽणुद्रव्यं प्रकाश्यमानं दृश्यते दीपादिना तण्डुलादीति । अतोऽपि नाहकारिकत्वम् ।
35. ઇન્દ્રિ મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓને ગ્રહણ કરતી હોવાથી તે ભૌતિક નથી એમ તમે જે કહ્યું તેનું નિરાકરણ અમે કર્યું છે, કારણ કે અમે દર્શાવ્યું છે કે ઇન્દ્રિય ગેલક આદિ અધિષ્ઠાનોથી અતિરિકત છે અને તેવી ઈન્દ્રિય મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓનું ગ્રહણ કરે છે. તે વિતત હોઈ વિતતને ગ્રહણ કરે જ. તેજ દ્રવ્ય વિતત હોવા છતાં અણુદ્રવ્યને પણ પ્રકાશિત કરતું દેખાય છે, જેમકે દ૫ આદિ ચેખાના કણ આદિને પ્રકાશિત કરે છે. તેથી પણ ઇન્દ્રિયે આહંકારિક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org