________________
२६४
એકમાત્ર ગિન્દ્રિય જ છે એ પક્ષ અને તેનું ખંડન
___38. आह - भवन्तु भौतिकानीन्द्रियाणि, पञ्चेति तु न युक्तमुक्तम् । त्वगेव ह्येकमिन्द्रियं भवितुमर्हति, सर्वत्रानपायात् । करतलकपोलकण्ठादिवर्तिनापि त्वगिन्द्रियेण रूपोपलम्भप्रसङ्ग इति चेत् , न, अवयवविशेषे शक्तिविशेषनियमात् । न हि पाणिना पादेन वोपस्थकार्य कर्तुं शक्यते । अस्ति चावयवविशेषे स्वभावविशेषवैचित्र्यम् ।
तुषारकर्पूरापूर्णवारिण्युत्तरमानसे । यथा च वृषणौ स्नातुः स्फुटतो न तथा स्फिचौ ॥ क्लिन्नातृणकाष्ठादिधूमेन कटुना यथा ।
मूर्धाऽक्षिवेदनोदेति न तथाऽवयवान्तरे ॥ तस्मादवयवविशेषव्यवस्थितनानाशक्तिखचितं त्वगेवैकमिन्द्रियमिति । 38. શંકાકાર – ભલે ઇન્દ્રિયે ભૌતિક છે. પરંતુ ઇન્દ્રિય પાંચ છે એમ કહેવું ગ્ય નથી. ત્વચા જ એકમાત્ર ઈન્દ્રિય બનવાને પાત્ર છે, કારણ કે તે સર્વત્ર વ્યાપી છે.
નૈયાયિક – [એમ માનતાં] કરતલ (=હથેળા), ગાલ, કંઠ આદિમાં રહેલી વગિન્દ્રિય વડે રૂપના ગ્રહણની આપત્તિ આવશે.
શંકાકાર – ના, આ આપત્તિ આવશે નહિ, કારણ કે જીભ, નાક વગેરે અવયવવિશેષમાં જ અમુક શક્તિવિશેષ છે. હાથ કે પગ ઉપસ્થનું કાર્ય કરવા સમર્થ નથી. અવયવવિશેષોમાં સ્વભાવવિશેની વિવિધતા છે. તુષાર અને કપૂરથી પૂણ જળવાળા ઉત્તરમાનસ સરોવરમાં સ્નાન કરનારના જેમ વૃષ ફાટે છે તેમ કૂલ ફાટતા નથી. વળી, ભેજવાળા અને ભીના તૃણુ કાઇ વગેરેના તીવ્ર ધુમાડાથી જેમ મૂર્ધા અને અક્ષરમાં વેદના થાય છે તેમ બીજા અવયવોમાં થતી નથી. તેથી અવયવવિશેષોમાં રહેલી જુદી જુદી શક્તિઓથી ખચિત ત્વચા જ એકમાત્ર ઇન્દ્રિય છે.
39. उच्यते । कुतोऽयमपूर्व एष महाप्राज्ञो वादी सरलमतीनस्मान् वञ्चयितुમાતઃ થોડવાવવિશેષે વેવિશેષમાશ્રયષ્યામિનિટથે મન્યતે | શક્તિમાશ્રયમેदाच्च नानात्वमेवैतदिन्द्रियाणां युक्तमित्यलं महात्मभिः सह कलहेन ।
मनुष्यैः सह संवादो मादृशानां हि शोभते ।
देवास्तु नररूपेण त इमे भान्ति वादिनः ।। 39. Rયાયિક – આનો ઉત્તર અમે આપીએ છીએ. આ અપૂવ મહાપ્રાણ વાદી અમને સરળ બુદ્ધિવાળાને છેતરવા કયાંથી આવ્યું, જે અવયવવિશેષમાં શકિતવિશેષ માનીને પણ એક ઈન્દ્રિય માને છે ? શકિતભેદે અને આશ્રયદે ઈજિનું અનેક હવું જ યુક્ત છે. એટલે એ મહાત્માઓ સાથે કલહ =વિવાદ) કર રહેવા દઈએ. મારા જેવાઓએ મનુષ્ય સાથે સંવાદ કરવો શોભે, જ્યારે આ વાદીઓ તે નરુપે ભમતા દેવો જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org