________________
કમવૈચિત્ર્યને ખુલાસો जगतो यच्च वैचित्र्यं सुखदुःखादिभेदतः । कृषिसेवादिसाम्येऽपि विलक्षणफलोदयः ।। अकस्मान्निधिलाभश्च विद्यत्पातश्च कस्यचित् । क्वचित् फलमयत्नेऽपि यत्नेऽप्यफलता कचित् ॥ तदेतद् दुर्घट' दृष्टात् कारणाद् व्यभिचारिणः । तेनादृष्टमुपेतव्यमस्य किञ्चन कारणम् ।। अदृश्यो भूतधर्मस्तु जगद्वैचित्र्यकारणम् । यदि कश्चिदुपेयेत को दोषः कर्मकल्पने ॥ संज्ञामात्रो विवादश्च तथा सत्यावयोर्भवेत् । भूतवद् भूतधर्मस्य न चादृश्यत्वसम्भवः ।। दृष्टश्च साध्वीसुतयोर्यमयोस्तुल्यजन्मनोः । विशेषो वीर्यविज्ञानसौभाग्यारोग्यसम्पदाम् ।। स्वाभाविकत्वं कार्याणामधुनैव निशकृतम् ।
तस्मात् कर्मभ्य एवेष विचित्रजगदुद्भवः ।। 161, કેટલાંક મૂષક આદિ પ્રાણુઓ લોભમાં જ પરાયણ અને દ્રવ્યને સંગ્રહ કરવામાં જ એકાગ્ર મનવાળા જન્મે છે. કેટલાંક પારેવાં આદિ પ્રાણુઓ કામવાસનામય અને કૃજતી પ્રિયતમાની ચાંચને ચુંબવામાં અસક્ત ચિત્તવાળા જ જન્મતા હોય છે. કેટલાંક સપ આદિ પ્રાણીઓ ક્રોધપ્રધાન અને બળબળતી ઝેરરૂપી અગ્નિની જવાળાઓથી ભરપૂર મુખવાળા જન્મે છે. જગતમાં સુખદુઃખ આદિના ભેદથી વૈચિત્ર્ય છે. એક સરખી ખેડ અને સેવા આદિ હોવા છતાં તેમનાં ફળ વિલક્ષણ હોય છે; કોઈને અકસ્માત નિધિલાભ થાય છે અને કેઈન ઉપર અકસ્માત વીજળી પડે છે કેટલાકની બાબતમાં પ્રયત્ન કર્યા વિના તેમને ફળ મળે છે અને કેટલાકની બાબતમાં સખત પરિશ્રમ કરવા છતાં તેમને ફળ મળતું નથી –આ બધુ વૈચિય દુષ્ટ કારણેથી ધટાવવું દુષ્કર છે, કારણ કે બધાં દૃષ્ટ કારણે વ્યભિચારી છે. તેથી એનું કોઈ અદષ્ટ કારણ સ્વીકારવું જોઈએ. જે કોઈ અદશ્ય ભૂતધર્મને જગતના વૈચિત્ર્યનું કારણ માનવામાં આવે તે પછી કર્મને જગતના વૈચિયનું કારણ ક૯પવામાં શ ષ છે ? તેમ હતાં આપણા બને વચ્ચે કેવળ સંજ્ઞાની બાબતમાં જ વિવાદ રહે. ભૂતની જેમ ભૂતધર્મનું અદશ્ય હેવાપણું સંભવતું નથી. સાધ્વી પતિવ્રતા સ્ત્રીના બે જોડિયા પુત્રોમાં વીર્ય, વિજ્ઞાન, સૌભાગ્ય અને આરોગ્યરૂપ સંપત્તિ બાબતે ભેદ દેખાય છે. કાર્યોનું સ્વાભાવિક હોવાપણું હમણાં જ અમે નિરાકૃત કર્યું છે. તેથી કર્મો થકી જ આ વિચિત્ર જગતને ઉભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org