________________
આત્મનિત્યાદિને ઉપસંહાર 163. તેથી આત્મા નિત્ય છે. પોતે કરેલાં કર્મોને અનુસરતા ધર્મ અને અધર્મથી ક્રમથી જન્મેલાં સુખ અને દુઃખને તે ઉપભોગ કરે છે. આગમોનું પ્રામાણ્ય ફુટપણે અમે પહેલાં જ જણાવ્યું છે. તે આગમમાંથી પણ આત્મા જન્મ-મરણથી પર એવું તવ છે એમ પ્રસિદ્ધ છે. “આત્મા વિજ્ઞાનઘન જ છે' આદિ વેદવચન પૂર્વપક્ષ રજુ કરે છે, પૌપને વિચાર કરવાની ક્ષમતા વિનાના હૃદયવાળાઓએ તે અર્થને તે જ ગ્રહણ કરી લી. મૈોયીએ જ્યારે ભગવાન યાજ્ઞવલક્યને પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા કે આત્મા નાશ પામતો જ નથી. આ વચન જ સિદ્ધાંતના સારરૂપ છે. તેથી આત્માના નિયત્વનું સમર્થન કરવાથી પરલોકમાગ સ્પષ્ટપણે સિદ્ધ થયો. [ આ જન્મના દેહને છોડી જન્માક્તરમાં 1 અન્ય દેહની સાથે આત્માનો સંબંધ થવો તેને જ તજજ્ઞો પરલોક કહે છે. ભવાન્તર ( =પરલક) નથી એમ માની જે ધૂત પરસ્ત્રીમાં, જુગારીઓની ગોષ્ઠીમાં, વેશ્યાઓના મુખકમળને ચુમવામાં આસક્ત બુદ્ધિવાળે છે તે હવે પરલેકની સિદ્ધિ થતાં દુ:ખી થાય છે–પરિતાપ પામે છે. નિષ્કર્ષ એ કે આ આત્મા નિત્ય છે, કલુષફળ તેનું નૈસગિક નથી; રાગ-દ્વેષને યોગ પણ તેને સ્વાભાવિક નથી; બધા ગુણેથી રહિત જ તેનું સ્વરૂપ છે અનાદિ પ્રવાહમાં ઉપચિત થયેલાં અને ફળમાં પરિણમતાં કર્મોથી જન્ય દુખ સંપૂર્ણપણે ત્યજીને અખિલ ભયાથી પર નિઃશ્રેયસૂને માટે તે પ્રયત્ન કરે.
જયન્તભત ન્યાયમંજરીનું સાતમું આલિંક સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org